SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમપરિચ્છેદ. ૨૮૩. થયેલા પ્રાણીઓ નરકસ્થાનમાં વધબંધનાદિક અનેકપ્રકારની દુ:સહ એવી વેદનાઓને ચિરકાલપર્યત સહન કરે છે; વિગેરે પરલોકની વેદનાઓતો બાજુઉપરરહી. પરંતુ આલોકમાં પણ વિષયમાં આસક્ત અને પ્રબળ ઇંદ્રિવાળા ઘણા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખભગવે છે. વળી ઈદ્રિયોના વિષયે એટલાબધા બળવાન છેકે, જેથી પોતાના મરણનું પણ ભાન રહેતું નથી. જેમકે, હસ્તીના સમુદાયનો ત્યાગ કરી હાથિણીની સાથે સ્પર્શેદ્રિના વિષયસુખમાં આસક્ત થયેલો હસ્તી માત્ર સ્પર્શેન્દ્રિયવડે; વારી–બંધમાં પડીને પોતાના પ્રાણ ત્યાગ કરે છે; તેમજ રસનેંદ્રિયમાં લપટાયેલમસ્ય બડીશના લોભનેલીધે ગલામાં લેહકંટકથી વિંધાઈને તરતજ મરણવશ થાય છે. ધ્રાણેદ્રિયમાં લુખ્ય એ ભ્રમરપણ મરણ પામે છે. અન્યત્ર પણ કહ્યું છેકે;रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः। इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, हा? हन्त हन्त ? कमलिनीं मज उज्जहार ॥१॥ અર્થ–“ઘાણે દ્રિયના સુખમાં વિમુઢથયેલો ભ્રમર, સુગંધિત એવાએક કમલમાં ભરાઈગયા, અને તેના સુગંધમાં એટલે બધો રસિકથયો કે ત્યાંથી ઉડવાને ઉંચી આંખ પણ તેણે કરીનહીં; એટલામાં સૂર્યાસ્ત થઈગયે; જેથી તે કમળ એકદમ મીચાઈગયું. ભ્રમરતો અંદરજ રહીગયે, પછી તે વિચારકરવા લાગ્યું કે રાત્રીને સમયહવડાં ચાલ્યા જશે, સુંદર પ્રભાતકાળ પ્રગટ થશે, સૂર્યનો ઉદય થશે, પંકજનીશેભા ખીલીનીકળશે, એટલે હું આ બંધનમાંથી છુટો થઈશ. એમ તે વિચાર કરતો For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy