SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુરસુંદરીચરિત્ર. સુધર્મસૂરીશ્વર. સમઝાવી છતાં કોઇપણ રીતે તે શાંત થઇ નહીં. ત્યારે તે દેવતાએ કહ્યું કે; હુંભદ્રે ? વસુમતિ ? હવે બહુશેાક કરવાથી આત્મકલ્યાણ થાય તેમ ત્હારે માનવું નહીં. કારણકે; આર્ત્ત ધ્યાન કરવાથી ઉલટુ આત્માનું અહિત થાયછે. એમ સમજી હવે તુંવિલાપ કરવા છેડી દે ? અને હવે ત્હારા હૃદયની શી ઉત્કંઠા છે ? તે તુ જલદી જણાવ? તે સાંભળી લજ્જાને લીધે નીચું છે મુખ જેનું એવી તે વસુમતી એલી; હે સ્વામિન ? આપ જે પ્રમાણે આજ્ઞા કરો તેપ્રમાણે વર્તાવાને હું તૈયાર છું. હે પ્રાણનાથ ? આપનીઆજ્ઞા એજ મ્હારી ઇચ્છા છે. શાસ્ત્રમાં પણકહ્યુંછે કે; पतिरेव परं हि दैवतं तदनुज्ञैव सदा विधीयते । पतिसेवनतत्परा सती, शिवसैाख्यैकपरायणा भवेत् ॥ १ ॥ અર્થ—“ આ દુનીયામાં ધર્મચારિણી સ્ત્રીઓને પેતાના પતિ એજ ઉત્તમેાત્તમ દેવ છે, તેમજ તેની આજ્ઞામાં રહીને સતાસ્ત્રીએ હુમ્મેશાં ધમ પ્રવૃત્તિઓને પ્રેમથીસ્વીકારે છે. વળી તેઓ નિરતર પેાતાના પતિની સેવામાં જ તત્પર રહે છે; એ પ્રમાણે નિર ંતર વર્ત્તવાથી સતીયાનું શીલવ્રત અખડિત રહે છે અને છેવટે શિવસુખ પણ તેને પ્રાપ્ત થાય છે.”માટે હેસ્વામિન ?જેથી મ્હારૂં કલ્યાણથાયતેવેાહિતમાગ આપ સ્હેને મતાવેા. ત્યારબાદ તે દેવે કહ્યું કે; હું સુંદર ? જો હારી એવી ઇચ્છા હાય તા તુ સમગ્રપાપને શુદ્ધ કરનારી એવી મુનિ દીક્ષાને ગ્રહણ કર ? અને કર્મરૂપી મ્હાટા કદને ઉચ્છેદ કરવામાં કાઢાળા સમાન, શ્રીજીનેદ્રભગવાને કહેલા શુદ્ધધર્મનું પાલન For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy