SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ છે હેને એવી રીતે સાર્થક કરવો કે દરેક પુસ્તકમાંથી તાત્પર્યાર્થ ખેંચો જોઇએ અને કંઇપણ નવીન અજવાળું વાચકના હૃદયમંદિરમાં થવું જોઈએ. અન્યથા પુસ્તકના સહવાસનું સાર્થકપણું ગણાય નહીં. માત્ર કાલક્ષેપજ થયો ગણાય. પુસ્તકોના સંપટનથી જે તત્વાર્થબોધ થતો હોય તો પુસ્તકોના વિક્રેતાઓ અનર્થજ્ઞ રહી શકે નહીં અને મહાપંડિત કે મહાજ્ઞાનીની આટલી ખામી રહેતનહીં. વિવેકપૂર્વક પુસ્તકેના પરિશીલનથી અપરિમેય લાભ મેળવી શકાય છે. વળી તેમનો પરિચય કરવાથી ઉત્તમોત્તમ સિદ્ધગતિ તેમજ કેવલજ્ઞાનાદિક સદ્દગુણોની પરંપરા પ્રગટ થાય છે, તેતો દૂરરહ્યું પરંતુ અન્ય સહવાસોની અપેક્ષાએ પુસ્તકોને સામાન્ય સહવાસપણુ લાભકારી લેખાય છે. બિલક દષ્ટિકરવાથી પણ તેમાંથી બે અક્ષરનું જ્ઞાન થાય, તેતો લાભમાં લેખાય, તદુપરાંત અસદ્દવિચારો અને અસંગતિથી પિતાને બચાવ થાય એ સ્ફોટલાભ માનવા જેવો છે. વળી તે પુસ્તકોના ઉત્પાદકવિદ્વાનો વિજય મેળવનાર સુભટ કરતાં પણ અધિક પ્રશંસનીય ગણાય છે. કારણકે પંચત્વ (મરણ) પામ્યાબાદ પણ તેઓ પોતાના લેખદ્વારા વિદ્યમાનની માફક કાર્ય કરી રહ્યા છે. અને દેશવિજેતા સુભરાતા મરણાંતપછી ભ. સ્નાવશેષ થાય છે. તે ભસ્મપણ વાયુદેવને સ્વાધીન થઈ ક્યાંય ચાલી જાય છે. દરેક વિચારોની અંદર જે કંઈ આકર્ષણશક્તિ રહેલી છે તે વિચાર અને કાર્યસંબંધી આકર્ષણ કરતાં દઢતર સારૂપ્યવાળું અને અભિસ્વરૂપમય ગણાય છે. જેમ દીપકથી દીપક પ્રગટાય છે તેમ વિચારથી વિચારોતરની વિશાલતા થાય છે. મૃતસુભટોને ઉદ્દેશી જે સ્તુતિરૂપ નિવાપાંજલિ આપવામાં આવે તે માત્ર આરસના પાષાણથી બંધાવેલા મનોહરમંદિરમાં સળગાવેલા ધૂપની તુલનાને વહન કરે છે. સમયના પરિવર્તનને લીધે વિચાર, શબ્દ અને સંજ્ઞાઓ ઉત્તરોત્તર દઢબની પદા સ્વરૂપમાં પરિણમે છે. બાદ પદાર્થ, શરીર કે કર્મ પુદ્ગલો ઘસાઈને વિનાશભાવમાં આવી જાય છે. વસ્તુતઃ તે શબ્દમાત્રજ થઈ જાય છે, અને તે પવનમાર્ગ વિચરે છે. અમરતા માત્ર મનુષ્યની બુદ્ધિમાં રહેલી છે, For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy