________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશીનું સ્તવન.
(વીર જિનવર એમ ઉપદિશે-એ રાગ.) મહાવીર જિનવરે ઉપદિશ્ય, એકાદશી તપ બેશરે કૃણે આરાધન આદર્યું, ટાળવા રાગ ને દ્વેષરે. મહાવીર૦ ૧ બહુ જિનવર કલ્યાણકે, એકાદશી દિન જાણુરે; નિષ્કામભાવથી સેવતાં, પ્રગટ થતું શુદ્ધ જ્ઞાન. મહાવીર૦ ૨ જ્ઞાન પ્રથમ દયા છે પછી, જ્ઞાન પછી ક્રિયા જોય, જ્ઞાન પછી તપ પ્રગટતું, જ્ઞાનથી ચારિત્ર હાયરે. મહાવીર છે શુપગથી જ્ઞાનીને, કર્મ હોય ન બંધરે, સર્વ કરે છતાં સંવરી, કર્મ ક્રિયામાં અબંધરે. મહાવીર. ૪ એકાદશી તપ સેવતાં, અષ્ટસિદ્ધિ નવનિધિરે; બુદ્ધિસાગર ગુરૂ સેવતાં, ક્ષાયિકલબ્ધિ સમૃદ્ધિરે. મહાવીર. ૫
નવ
૧
નવપદ ઓળી સ્તવન,
(એ ગુણ વિરતણે ન વિસાએ રાગ) નવપદ ઓળી તપ આરાધન-કરતાં શિવસુખ થાવેરે; રોગ શેક દુર્બુદ્ધિ વિઘટે, અષ્ટસિદ્ધિ ઘર આવે. દ્રવ્ય ને ભાવથી નવનિધિ પ્રગટે, નવપદ ધ્યાનને ધરતાં, બ્રહ્મચર્ય નવ વાડા ધારી, નરનારી સુખ વરતાં. નવપદરૂપી આતમ પોતે, ઉપાદાનથી જાણી; નિમિત્તથી પર જાણી ભાવે, આરાધંત જ્ઞાની રે. ષકેમાં નવપદધ્યાને, આત્મસમાધિ પ્રગટેરે;
એકતા સ્થિરતા લીનતા ચેગે, ઘાતી કર્મ વિઘટે. જિનવર મહાવીર દેવે ભાખી, નવપદ ગુણ ગુણ ભાવે રે બુદ્ધિસાગર આત્મસ્વરૂપી, નવપદ સત્ય સુહાવેરે.
નવ૦ ૨
નવર છે.
For Private And Personal Use Only