SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી તે રાગદેશથી દૂર રહે છે માટે બારમો ગુણ કહ્યા બાદ હવે ભાવશ્રાવકના તેરમા ગુણને કહે છે. માવવાના તેના મુળને કહે છે. गाथा देहदिइ निबंधण-धणसयणाहारगेहमाईसु, निवसइ अरत्तदुठो-संसारगएस भावेसु ॥ १३ ॥ ભાવાર્થ–શરીરસ્થિતિ હેતુભૂત ધન, સ્વજન, આહાર, અને ગૃહ વિગેરે સાંસારિક ભામાં ભાવ શ્રાવક અરક્તદિષ્ટ થઈને રહે છે. દેહની રક્ષણતા કરનારા પદાર્થોમાં ભાવ શ્રાવક રાગ ધારણ કરતા નથી તેમજ દેહને પ્રતિકૂળ એવા પદાર્થોમાં દેશને પણ કરતું નથીશરીરની સુખાકારી રહે એવા પદાર્થોપર રાગ ધારણ કરવાથી કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી તેમજ દેહને પ્રતિકૂળ જણાય એવા પદાર્થોપર પ ધારણ કરવાથી પણ કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી. દેહને જે પદાર્થ હાલ સાસુકૂળ હોય છે તે કેટલાક દિવસ પશ્ચાત દેહને પ્રતિકૂળ લાગે છે. અને જે પદાર્થો પ્રતિકૂળ લાગે છે તેજ પદાર્થો પ્રસંગ પામીને સાનુકૂળતાને પામે છે. વસ્તુતઃ જ્ઞાનદષ્ટિથી વિચારીએ તો જડ પદાર્થોમાં સાનુકૂળ અને પ્રતિકૂળ બુદ્ધિ કરવી તે ગ્ય નથી. જડ પદાર્થોમાં સાનુકૂળ કે પ્રતિકૂળત્વ, વસ્તુતઃ જોતાં નથી. મનમાં જેવી કલ્પના થાય તેવું પરવસ્તુમાં સાનુકૂળ છે. પ્રતિકુળવું ભાસે છે. મનની કલ્પનાથી વાસ્તવિક સુખની પ્રાપ્તિ થતી નથી. ભાવ શ્રાવકે આજીવિકાના મદદકારોમાં પણ અરક્તદિષ્ટ ભાવને ધારણ કરે છે. ભાવ શ્રાવક પુત્ર, પુત્રી, સગાંવહાલાં, ધન, આહાર, ધર, ઘેડા, ગાડી, વાડી, અને શસ્ત્ર વગેરે અનેક પદાર્થોપર રાગ અગર દ્વેષભાવને ધારણ કરતા નથી. જલમાં કમલ રહે છે પણ તે જેમ જલથી લેપાતું નથી તેમ ભાવ શ્રાવકો સંસાર વ્યવહારમાં રહે છે પણ તેની લપાતા નથી. આ અરક્તદિષ્ટ ભાવ પ્રાપ્ત થ દુલભ છે. કેટલાક પિતાની મેળે માની લે તે ભલે માની લે પણ વસ્તુતઃ તેવી દશા પ્રાપ્ત કરવી મહા દુર્લભ છે, તેમજ અરતદિષ્ટ ભાવ પ્રાપ્ત કર્યા વિના ભાવ શ્રાવકત્વ પ્રાપ્ત કરવું પણ મહા દુર્લભ છે. એકદમ આવી અરક્તદિષ્ટ દશા પ્રાપ્ત કરી શકાતી નથી. અનુભવજ્ઞાન જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આવી દશામાં પ્રવેશ થતો જાય છે. સંસારના પદાર્થો પાસે રહેવું તેમ છતાં તેમાં રાગ કે દ્વેષથી લેપાવું નહીં એ કાંઈ સામાન્ય વાત નથી. અરક્તષ્ટિભાવ પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યક્તા છે. તેમજ જ્ઞાનગર્ભિતવૈરાગ્યની પણ અત્યંત આવશ્યક્તા છે. ધર્મક્રિયા કરવા છે For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy