SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ માસ પવિત્ર કરે છે, જેના વૈભવને દેવતાઓ પણ અહર્નિશ યાદ કરે છે, યાત્રા માટે આવતા જનેના અભિલાષ પૂર્ણ કરે છે, જેની અંદર દીવ્ય આનંદ વ્યાપી રહ્યો છે અને કલ્યાણની અપેક્ષાવાળા જનેને સુખશાંતિ સમપે છે. ૬. श्रीशत्रुञ्जयशैलराज उचितो विभ्राजते यद्भुवि, नैके सिद्धगतिं गता मुनिवरा यस्मिन् पवित्राशयाः । श्रीमानादिजिनेश्वरादिरनघस्तीर्थङ्करोघः सदा, मूल् राजति दीव्यया च शिवदो भव्यात्मनां भावितः॥ ७ ॥ વળી જે દેશની સીમામાં અતિ ઉત્તમતાને પ્રાપ્ત થયેલ શ્રી શત્રુંજય ગિરિરાજ દીવ્ય શોભા આપે છે, જેની અંદર વિશુદ્ધ આશયવાળા અનેક મુનિવરે મોક્ષગતિ પામ્યા છે. તેમ જ શ્રીમાન આદિનાથ ભગવાન આદિ મહાન પવિત્ર અનેક તીર્થકરને સમૂહ જેની અંદર દીવ્ય મૂર્તિમય હંમેશાં વિરાજે છે, જેમની ભાવનાથી ભવ્યાત્માઓ શિવસુખ પ્રાપ્ત કરે છે. ૭. स्वच्छाम्बूनि सुलीनमीनमकराण्याविभ्रती विस्फुरत् कल्लोलैश्चकरम्बिता तटगतक्षोणीरुहश्रेणिभिः । कूजत्पक्षिगणाभिरुत्तमजनैर्विभ्राजमानाऽनिशं, यस्मिन् साभ्रमती सतीव विमला विभ्राजते वाहिनी ॥ ८ ॥ જે દેશની અંદર સાભ્રમતી ( સાબરમતી) નદી સતીની માફક વિશુદ્ધ ગુણમયી વહે છે, જે નદી મીન (માછલાં) મઘર વિગેરે જળજંતુઓથી વ્યાપ્ત સ્વચ્છ જળને વહન કરે છે, વળી મધુર નાદ કરતા અનેક પક્ષીઓ જેમાં રહેલા છે એવા બન્ને કાંઠા ઉપર રહેલા સુંદર વૃક્ષોની શ્રેણીઓથી જે નદી શોભે છે, જેનું નિર્મળ જળ તરંગોથી ઉછળતું દીવ્ય શોભા આપે છે, તેમ જ ઉત્તમ જાવડે નિરંતર અભુત શોભા આપે છે. ૮. For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy