SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૭૮: શ્રી પર્યુષણનાં ચૈત્યવંદનો સકળ વ શૃંગારહાર, પર્યુષણ કહીએ; મંત્રમાંહિ નવકાર મંત્ર, મહિમા જગ લહીએ. ૧ આઠ દિવસ અમારી સાર, અઠ્ઠાઈ પાળે; આરંભાદિક પરિહરી, નરભવ અજુઆળે. ચૈત્યપરિપાટી શુદ્ધ સાધુ, વિધિ વંદન જાવે; અઠ્ઠમ તપ સંવચ્છરી, પડિક્કમણું ભાવે. સાધર્મિક જન ખામણું, ત્રિવિધ શું કીજે સાધુમુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. ૪ નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ; પૂજા તપ પ્રભાવના, નિજ પાતિક હણુએ. ૫ પ્રથમ વીરચરિત્ર બીજ, પાચરિત્ર અંકુર; નેમિચરિત્ર પ્રબંધ બંધ, સુખસંપત્તિ પૂર. ષભ ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદાય; સ્થવિરાવલિ બહુ કુસુમપુર, સરિખા કહેવાય. ૭ સમાચારી શુદ્ધતાએ, વર ગંધ વખાણે; શિવમુખપ્રાપ્તિ ફળ લહે, સુરતરુ સમ જાણે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ, જિણે કલ્પ ઉરિયે; નવમા પૂર્વથી યુગપ્રધાન, આગમ જળ દરિયો. ૯ સાત વાર શ્રી કલ્પસૂત્ર, જે સુણે ભવિ પ્રાણી; તમને કહે વીરજિન, પરણે શિવપટરાણું. ૧૦ કાલિકસૂરિ કારણે એ, પજુસણ કીધા; ભાદરવા શુદિ ચેાથમાં, નિજ કારજ સીધા. ૧૧ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy