SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) સમતા ભાવે દુઃખ સહન કરવાં, કાયર થઈને પણ કર્મવિપાક ભોગવ્યા વિના છૂટકે નથી, ત્યારે હૈયે ધારણ કરીને સમભાવે દુખ સહન કરવાં એમાં ઘણી ઉત્તમતા અને નિર્જરા છે. કર્મના વિપાકે ભગવ્યા વિના કોઈને છટકો થતો નથી. માંદા સાધુની વૈયાવચ્ચ કરવાથી મહાફલ પ્રાપ્ત થાય છે. માંદા સાધુને સમતા ભાવ રહે એ બોધ આપવાથી મહા ફલ પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને માંદગી પણ વૈરાગ્ય આપનારી થાય છે. રોગના વખતમાં રોગની સારી રીતે સારવાર કરવી જોઈએ. ખરી ભક્તિ ખરે પ્રેમ ખરે પરમાર્થ એ બધું માંદગીના વખતમાં માલુમ પડે છે. માંદા સાધુની પાસે બેસીને તેના મનમાં શુંભાઅધ્યવસાય પ્રગટે એમ કરવું. શાસ્ત્રોમાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણે કહ્યો છે. માંદા સાધુને કર્મવિપાકનું સ્વરૂપ સમજાવી આશ્વાસન આપવું એજ ખરી ધર્મસેવા છે. પોતાની પાસે રહેલા સાધુઓની સારી સંભાળ લેવી. પોતાના સાધુએ સિવાય અન્ય ગચ્છના સાધુઓની પણ માંદગીના વખતમાં ખરા અંતઃકરણથી ભક્તિ કરવી. ભક્તિ એ ખરેખર દેવની પેઠે ભવિષ્યમાં ફળ આપે છે. સાધુઓને માંદગીના વખતમાં સહાય આપવાથી તેમની સાથે શુદ્ધ પ્રેમની વૃદ્ધિ થાય છે. અને તેઓના સદવિચારોમાં વૃદ્ધિ થતી જાય છે. માંદા સાધુ તરફથી જે કંઈ સહન કરવું પડે તે સહન કરીને પણ આત્મભેગ અપીને તેમની વૈયાવચ્ચ કરવા પરિપૂર્ણ લક્ષ રાખવું. હાલ કલ્પસૂત્રના ગેલ્વડનની ક્રિયાને આરંભ કરશો. તે જાણ્યું. દ્રવ્ય અને ભાવથી યેગે વહનની ક્રિયામાં દુખે સહન કરીને પ્રવૃત્તિ કરવી. મનમાં ઉત્સાહ રાખ. દદુ મદારું એ ન્યાયને આચરણમાં મૂકીને આત્મસાધનામાં સાધ્યદષ્ટિએ આગળ વધશે. આત્માના ગુણે પ્રતિદિત વૃદ્ધિ પામે એવું લક્ષ રાખવું. ઉત્સાહ, પૈય, ઉદ્યોગ અને વૈરાગથી આગળ વધી શકાય છે. મહેન્દ્રસાગરને ધર્મલાભ. ધર્મ સાધન કરશે, હીરસાગરને મારા ઉપર પત્ર હતો. થેવું છે For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy