SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાત: [૩૧૨ શ્રી પરમાત્મ જ્યોતિ: નાશ થાય છે. એ બે દશાઓ આપનાથી રીસાણી અને ચાલવા માંડી પણ આપે મનાવી નહીં. એ બે દશાથી આત્માનું સહજ સુખ યથાયેગ્ય અનુભવાતું નહોતું માટે તે ગઈ તે ભલે ગઈ, એમ જાણ્યું. ત્રદશમ ગુણસ્થાનકમાં “ જાગ્રતદશા” પરિપૂર્ણ પામે. તથા ચતુર્દશમ ગુણસ્થાનકના અંતથી સિદ્ધમાં ઉજાગર દશા હોય એમ આનંદઘન કૃત મલ્લિનાથ સ્તવન ટબામાં જ્ઞાનવિમલસૂરિ કહે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે ચાર ચેતનાની દશાઓ બતાવી છે. ૧ બહુ શયન. ૨ શયન. ૩ જાગરણ બહુ જાગરણ તેમાં પહેલા ત્રણ ગુણઠાણે બહુ શયન દશા. અને ચેથાથી છઠ્ઠા સુધી શયનદશા અને સાતમાથી બારમા સુધી જાગરણ દશા અને તેરમાથી ચિદમા સુધી બહુ જાગરણ દશા એમ સમજવું. તેમાં આચાર્યોના મત પ્રમાણે ભેદ હોય તે આ ગ્રહ નથી. તત્ત્વ કેવલી ભગવાન્ જાણે. समकित साथे सगाई कीधी, सपरिवारशुं गाढी, मिथ्यामति अपराश्ण जाणी, घरथी बाहिर काढी हो. मल्लिजिन. ४ ભાવાર્થ-હે ભગવન, તમોએ ઉપશમ, સંવર. વિવેક આદિ પરિવાર સહિત સમ્યક્ત્વની સાથે ક્ષાયિક ભાવે ગાઢ મિત્રતા કરી સમ્યકત્વ મેહનીય, મિઝ મેહનીચ, અને મિથ્યાત્વ મેહનીયરૂપ દર્શન મેહનીયને સંપૂર્ણ નાશ કર્યો. તેથી આપ શ્રીએ આત્માનું સમ્યક્ સ્વરૂપ દીઠુ, મિથ્યાત્વના ઉદયથી પ્રગટતી એવી એજ અનાદિકાળથી મિથ્યામતિ હતી. તેને અપરાધિની ગણું આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ઘરમાંથી તમોએ બાહિર્ हास्य अरति रति शोक दुर्गच्छा, भयपामर करशाली नोकषाय श्रेणिगज चढतां, श्वान तणी गति जाली हो. मल्लि. ५ હે ભગવન તમે જ્યારે ક્ષેપક શ્રેણિરૂપ ગજઉપર ચડ્યા ત્યારે હાસ્ય, રતિ અરતિ, ભય, શેક. દુર્ગછ એ શ્વાન તણી ગતિ પકડી જેમ રાજમાર્ગમાં હાથી ચાલે છે ત્યારે કૂતરાં ભસે For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy