SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રત્રી. ૧૦૭ વિવેચન-મિત્રધર્મ, પરિપૂર્ણ બજાવવાને જે જે ગુણેની ખીલવણી કરવી પડે છે તે તે ગુણેને પરિપૂર્ણ ખીલવવાથી મિત્રધર્મનું ખરૂં સ્વરૂપ સમજાય છે. જ્યારે શુદ્ધાત્મમિત્રધર્મ આચરણમાં લાવી શકાય છે ત્યારે હજાર મિત્રોનું લક્ષ તેના તરફ ખેંચાય છે અને અન્તરના ઉંડા પિલાણમાં ગુપ્તપણે વાસ કરી રહેલી વિશુદ્ધશક્તિને તેઓ માન આપીને ચાલે છે. મિત્રના આચરણમાં શુદ્ધતા અને સાત્વિકપણું જેઈવિશ્વાસ આવે છે અને ગુપ્તવાતને હૃદયદ્વાર ખુલ્લાં કરી કહે છે. તે મિત્રની નિ:સ્વાર્થવૃત્તિ ઉપર તન, મન, અને ધનજ બક્ષીસ કરે છે. હું અને તું, ને ભેદ ટાલી, વસુધૈવ કુટુંવા? નામના, જવલંત મંત્રના ઉચ્ચારણને ઘષ કરી એકરંગી બને છે. અખિલ બ્રહ્માંડમાં વસતી માનવજાતિ નિજસ્વરૂપ પ્રમાણે લેખી, છલ, કપટ અને પ્રપંચના દાવે ટાળી સ્વજાતિ ભાઈની માલમિલકત ઉપર ત્રાપ મારવાની દુષ્ટ ટેવને હમેશને માટે તિલાંજલિ આપે અને તેના માનસિક સ્વતંત્ર પ્રદેશમાં ભાવનારૂપે તે આશા દેવલ દીસે, અહીં તહીં જગદીશનાથના રે, ગણના જેની ના ગણી જાય, વિવિધ બહુ ભાતનારે. એજ કડી વાસ કરી રહી છે. તેની પ્રચંડ જપમાળમાં હું અને તેના ભેદ બાળી ભમ કરી પોતાના સ્વરૂપને તેની વિશુદ્ધિમાં. લય કરી દે છે. સમસ્ત જગને પોતાનું સ્વરૂપ લેખે છે. જેટલું તેને જગતું પ્રિય લાગે છે તેટલોજ તે જગને પ્રિય લાગે છે. તેને કઈ દુશમન રહેતો નથી અને “ભાતૃભાવને પિષક બનવા ઊપરાન્ત આત્મભાવને પિષક બને છે. ખરેખર મનુષ્ય છતાં આવા વિશ્વવ્યાપક શુદ્ધભાવના ખીલવનાર મનુષ્ય દેવ તરીકે પૂજાય છે. જે મનુષ્ય આવી ભાવનાથી વિરૂદ્ધપક્ષના હોય છે તે ખરા મિત્રના સ્વરૂપને સમજતા નથી, છતાં સમજે છે તે સમજી ખીલવણી કરી શકતા નથી. તેવા મનુષ્ય માટે ગુરુ મહારાજ કહે છે કે વિશ્વમાં તેને કેઈ મિત્ર થતું નથી. છલ, કપટ, અને પ્રપંચી દાવ ખેલનાર મનુષ્યને દુનિયા તિરસ્કારની નજરે For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy