SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તગદ્યમાં લખાયેલું છે. આધુનિક વિદ્વાનો આગ્રંથને અન્ય ઐતિહાસિક ગ્રંથોની અપેક્ષાએ અધિક પ્રમાણભૂત માને છે. ગુજરાતના ઇતિહાસ માટે આ એક જ ગ્રંથ આધારભૂત છે. બંગાલ રોયેલ એશિયાટિક સોસાઇટી તરફ થી અંગ્રેજીમાં આ ગ્રંથનો અનુવાદ પ્રગટ કરવામાં આવ્યા છે. આ ગ્રંથના અંતમાં મહારાજા શ્રી કુમારપાળ તથા શ્રીમાન હેમચંદ્રસૂરિનું સવિસ્તર વર્ણન આપવામાં આવ્યું છે. વિ. સં. ૧૩૬૧ ના ફાગણ સુદિ (૧૫) ના દિવસે કાઠીયાડના સુપ્રસિદ્ધ વઢવાણ શહેરમાં આ ગ્રંથની સમાપ્તિ થઈ છે. (૪) પ્રભાવક ચરિત્ર, શ્રીપ્રભાચંદ્રાચાર્ય કૃત. આ ચરિત્રની અંદર જૈનધર્મપ્રભાવક અનેક મહાપુરૂષોનાં જીવન ચરિત્રો આપવામાં આવ્યાં છે. તે સર્વ પદ્યમય સંસ્કૃત ભાષામાં રચેલાં છે. કાવ્યકૃતિ અતિ અદ્દભુત છે. આ ગ્રંથમાં (૨૩) પૂર્વાચાર્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. છેવટમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યનું જીવન વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ગ્રંથ રચના વિ. સં. ૧૩૩૪ માં, થયેલી છે એમ પોતે ગ્રંથકર્તા લખે છે કે वेदानलशिखिशशधर-वर्षे चैत्रस्य धवलसप्तम्याम् । शुक्रे पुनर्वसुदिने, संपूर्ण पूर्वर्षिचरितम् ॥" શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિ સંશોધિત આ ગ્રંથ નિર્ણયસાગર પ્રેસમાં મુક્તિ છે. (૫) કુમારપાલ ચરિત્ર, આ ચરિત્ર ગ્રંથની કૃષ્ણષય ગચ્છના બીમહેંદ્ર સૂરિના વિદ્વાન શિષ્યષભાષા ચક્રવતી. શ્રીજયસિંહસૂરિએ ૧૪૨૨ માં રચના કરી છે, એમણે ન્યાયસારની ટીકા અને નવીન વ્યાકરણની રચના પણ કરી છે. આ પ્રસ્તુત કુમારપાલચરિત્રનું ભાષાન્તર અહારા તરફથી કરવામાં આવ્યું છે. (૬) કુમારપાલ ચરિત્ર, શ્રીમતિલકસૂરિ કૃત. (૭) કુમારપાલ ચરિત્ર, શ્રીચારિત્રસુંદરગણિ પ્રણીત. (૮) કુમારપાલ ચરિત્ર (પ્રાકૃત) શ્રીહરિશ્ચંદ્ર વિરચિત. (૯) કુમારપાલ પ્રબંધ, શ્રીજીનમંડનગણિ કૃત. વિ. સં. ૧૪૯૨ માં, તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના સુપ્રસિદ્ધ વિદ્વાન શિષ્ય જનમંડન ગણિએ આ ગ્રંથની રચના સરલ ગદ્ય પદ્યાત્મક સંસ્કૃત ભાષામાં કરી છે. કેઈ કઈ ઠેકાણે પ્રસંગોપાત્ત પ્રાકૃત પદ્યા પણ આપવામાં આવ્યાં છે. આ ગ્રંથને ચરિત્રાત્મક વિભાગ કેવલ કવિની For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy