SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધી રાજ્ય ચલાવ્યું હતું. બાદ ચામુંડરાજ નામે રાજા થયા. જેણે ચામુંડાદેવીના વરદાનથી મદોન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજાને માર્યો હતો. વિ.સં. ૧૫૨ થી ૧૦૬૬ સુધી હેણે રાજ્ય ભોગવ્યું.તેને પુત્ર વલ્લભરાજ થયેજેણે અવંતિપતિ મુંજરાજાને બહુ દુઃખી કર્યો હતો. છ માસ સુધી તેણે રાજ્ય પાલન કર્યું. ત્યારબાદ તેની ગાદીએ દુર્લભરાજ નામે રાજા થયો. જેણે લાદેશના નરેશને પરાજય કરી પૃથ્વી સહિત ૯ની સવ સંપત્તિ પોતાના સ્વાધીન કરી હતી. વિ. સં. ૧૮૬૬ થી ૧૯૭૨ સુધી રાજ્યભોક્તા તે થયો. ત્યાર પછી (૮) વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા નાગરાજ ભૂપતિએ ચલાવી. ત્યારબાદ નાગરાજનો પુત્ર ભીમદેવ રાજ્યાધિપતિ થયો. જેના મહિમારૂપ હિમના આગમનથી ભોજરાજાનું મુખકમળ કર્માઈ ગયું હતું. વિ. સં. ૧૦૮૦ થી (૧૧૨૦) સુધી તે રાજ્યપાલક થયે. ભીમદેવને મહેટ હેમરાજ અને હાને કણરાજ એમ બે પુત્ર હતા. બન્નેની માતાએ ભિન્ન હતી. કર્ણરાજ કણ સમાન બહુ પરાક્રમી હતા. પિતાના પિતાના વચનથી ક્ષેમરાજે કર્ણરાજને રાજ્ય આપ્યું. વિ. સં. ૧૧૨ થી ૧૧૫૦ સુધી તેણે રાજ્ય કર્યું. ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને દધિસ્થલીનું રાજ્ય આપ્યું. હેને પુત્ર ત્રિભુવનપાલ થયો. કર્ણરાજને મયણલ્લા નામે રાણી હતી, તેણીને જયસિંહ નામે એક પુત્ર થયો. તે બહુ ન્યાયી હતો. જેણે બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્ય વડે યુદ્ધ કરી પોતાના પટ્ટહસ્તિવડે નગરનું પૂર્વકાર તોડીને ધારાનગરીને ઉસ્કિન કરી કતા. તેમજ તેણે નરવર્મા, તેને પુત્ર યશોવર્માઅને મહોબક નગરના અધિપતિ વિગેરે રાજાઓના પરાજય કર્યો હતો. પાટણમાં પૂર્ણિમાનાચંદ્રસમાન મને હર એક સરોવર બંધાવ્યું હતું. અનેક કીર્તિસ્તંભ સ્થાપના કરી જેણે બબર નામે દુષ્ટ અસુરને પરાજય કરી સિદ્ધચક્રવત્તાં એવું બિરૂદ સંપાદન કર્યું હતું. સિદ્ધરાજ ભૂપતિએ વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી આરામિક ઉદ્યાનને જેમ પૃથ્વીનું પાલન ૧ ચશ્રય કાચની ટીકાની અંતે આપેલી ટીપ પ્રમાણે ભીમદેવનો પિતા નાગરાજ છે. અને પ્રસ્તુત ચરિત્રમાં તહેને દુર્લભરાજને પુત્ર કહ્યો છે. For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy