SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૯ ) પદ ૬૯–ભેખરે ઉતારે રાજા ભરથરી–એ રાગ. સત્સંગ વિના કેમ પામીએ, પરમ મહારસ ધામજી; કેટી ઉપાય કરે ભલે, અનુભવ છે વિશ્રામજી. સત્સંગ ૧ સંત કલ્પતરૂ વિશ્વમાં, સેવે શીતલ છાંયજી; વાંછિત ફળ સઘળાં મળે, ભવ તાપ શમાજી. સત્સંગ ૨ ચતુર વિરંચિ આદિ ચહાય છે, પાદ પદ્મ મકરંદજી; ભલેને ભૂલાવે બીજા પ્રાણીઆ, શુદ્ધ આત્મા છે ચંદજી. સ. ૩ પદવી ઈન્દ્રાદિની નવ ચહું, ન ચહું રાજ સમાજજી; સાધુ સંગત સદા ચાહું છું, આનન્દઘન મહારાજજી. સટ ૪ પદ ૭૦-જેવાને જઈએ-એ રાગ. નહી પ્રીત તણું એ રીત, પ્રીતની રીત નહી–એ ટેક. હે શૃંગાર સજ્યા પિતાના, પણ પ્યારાજી છે નહીરે; પ્રાણનાથ વણુ મન વ્યાકુળ છે, નથી ગમતું અહીં કંઈ. પ્રીતની ૧ હું વશ પ્રિયને પ્રિય બીજાને, આતે ક્યાંની રીતરે પકારી જન કોઈ મનાવે, વાત માટે વિપરીત. પ્રીતની. ૨ વિરહાનલ જવાલા અતિ વસમી, મુજથી સહી નવ જાય; આનન્દઘન અમૃતમય વૃષ્ટિ, પિયુ મળતાં વરસાય. પ્રીતની. ૩ પદ ૭૧–રાગ ઉપરના. સાખી-આત્માનુભવ રસ કથા, પ્યાલી પીધી નવ જાય; મતવાળા જન ઢળી પડે, મતવિણ પાચન થાય. છે નરમ કથાને નાથ, ગરમ ન વાત કરો-ટેક. મા આગળ મામાની વાર્તા, જે વર્ષે તે ગમારરે; હજુ કોથળી પાસ કપટની, શ્રદ્ધા શું કરે નાર. ગરમ. ૧ નથી વાસના ત્યાગી જનની, કેમ આવે ભરથારરે; આ માર્ગે નથી ખાવું પીવું, શું હસીએ સંસાર. ગરમ. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy