SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૭ ) વિકસાએલી વનસ્પતિને, શરદ કરી રહી છે શણગાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હૈ ? વાર હજાર. ૧૩ શ્રદ્ધા પૂર્વક શિશિર રૂતુ પણ, વ્હાતે શાન્ત સમીર; હર્ષ ભર્યો હેમંત રૂતું પણ, સેવા સુખમય કરે રૂચિર; કુમુદિની નાથ પ્રદક્ષિણ કરતો, આણું ઉર આલ્હાદ અપાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૪ પશુ પક્ષીના ચલન વલનથી, ચેતન આ ગિરિવર દેખાય, માતાના એ અવયવ જાણે, ચેતન વાળા અવલેકાય; સમુદ્ર પાય પખાળે પ્રેમ, દિન રજનીમાં અનેક વાર એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૫ એ દેવીના ઉત્સવ અર્થે, પશુ પક્ષી કરતાં કલ્લોલ; માત્ર કૈક આ મૂઢ મતિનાં, માનવ મનમાં કાગારોળ; હેને દે તું ભક્તિ મ્હારી, ધર્મ તણે સમજાવી સાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર છે? વાર હજાર. ૧૬ અમને પયપાન કરાવી, ઉછેર્યા આણુને પ્યાર; વિધવિધનાં ફળફુલ આપીને, લાડ લડાવ્યાં અનેક વાર; અમૃત સમ અન્નાદિક આપી, કીધા વળી અનહદ ઉપકાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હે? વાર હજાર. ૧૭ તુજ માટે તન મન ધન નિજનાં, કરીએ દેવી? તજીને માન, એમાં કંઈ સંદેહ હોય તે, સાક્ષી વચ્ચે શ્રી ભગવાન આ જીવન તુજ સેવા કરવા, માટે છે સદા તૈયાર; હે મહારી પ્રિય આર્ય દેવિ ? તુજ, ચરણે નમન હજારો વાર. ૧૮ આ તન જાશે તે પણ પ્રેમે, તુજ પેટે લેશું અવતાર; ભજન કરીશું ત્યારૂં નિશદિન, નિર્મળ વૃત્તિ વડે નિર્ધાર; ત્યારે અને અમારે ભેળ, જન્મ જન્મ હજે સંસ્કાર; હે હારી પ્રિય આર્ય ભૂમિ? તુજ, ચરણે નમન હજારે વાર. ૧૯ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy