SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૭). સુવર્ણ સરખી શોભતા ડાંગર કેરા છોડ; પકવપણે પીળા પડ્યા છે ખજુરની જેડ, છે ખજુરની જોડ સહજ આ શોભે શાલી; ફળથી ઝૂકી જાય ક્ષેત્રમાં છેજ રૂપાળી, જ કરતી નમન આપને દેખી હરખી; વિમળપણે વિલસાય શોભિતી સુવર્ણ સરખી. બરફ વડે ઢંકાયેલો આ રૂતુમાં રવિરાય; સાધારણ તૈજસુ વડે ચન્દ્ર સમે દેખાય; ચન્દ્ર સમ દરશાય નથી તપતો અતિ તડકે; લાગે રમ્ય બપોર સાંજને સમયે ફીકે એવે છે હેમન્ત શીતળપણે સહાય, આ રૂતુમાં રવિરાય બરફવડે ઢંકાયલે. પિએ રમ્ય પ્રભાત છે ઝાકળ બિન્દુ અપાર; તે પર નાખે કિરણ રવિ શેભે છે સુખકાર; શોભે છે સુખકાર હતિ જળ પીવા જાતા; થાતાં શીતળ સ્પર્શ સૂંઢને વાળી લેતા; શીતલ દિવસે જાય શીતલ તેમજ રાત છે, ઝાકળ બિન્દુ અપાર પેખે રમ્ય પ્રભાત છે. બેઠાં પક્ષિ અનન્ત છે જળ આશ્રમની પાસ; શીતળ જળને અડકતાં દે ઠંડી અતિ ત્રાસ; દે ઠંડી અતિ ત્રાસ એથી નથી જળમાં ચરતાં, જેમ બાળક જન શૂર યુદ્ધ નથી જાતાં ડરતાં; તિમિર હિમથી શાંત વનતરૂ નિદ્રાવંત છે; જળ આશ્રમને પાસ બેઠાં પક્ષી અનન્ત છે. નદી નાળાં છે હિમભર્યો હિમભર વનના પ્રાન્ત; તટ નદીના હિમે ભર્યા ગિરિ ઇંગે પણ શાન્ત, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy