SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૫). ચર ચર તન પર થાય રામને લક્ષ્મણ બેલ્યા; હે શ્રી મહેતા ભ્રાત ? તમેને જે છે વ્હાલા; એ હેમન્તી દિન આવી રહ્યા સામણા; પુષ્કળ વાયુ વાય માર્ગ જતાં ઠંડા ઘણા. પાકાં આ રૂતુ સમયમાં અન્ન સરસ સેહાય; સર્વ પ્રાણિએ જે વડે આખું વર્ષ વહાય; આખુ વર્ષ વહાય ટાઢથી તન સૂકાતા; આ પૃથ્વીનાં અંગ સહુ તૃણથી ઢંકાતાં; અતિશય શીતલ વારિ થાય સહન નહિ તનમાં; અન્ન સરસ સહાય પાકાં આ રૂતુ સમયમાં. અગ્નિ સૌને પ્રિય અતિ આ રૂતુ કાળે થાય; રૂષિ મુનિ નવલાં અન્નથી હૈડામાં હરખાય; હૈડામાં હરખાય દેવનાં યજન કરે છે; તેમજ પિતૃ તણુંય સુઅર્ચન આરંભે છે; એથી થતા નિષ્પાપ ઈચ્છે છે ઉત્તમ ગતિ, આ રૂતુ કાળે થાય અગ્નિ સૈને પ્રિય અતિ. સૈન્ય સહિત નર નાથ જન ફરતા હાલ જણાય; - પુષ્ટ થયો હેમંતમાં દેશ વિમળ વિલસાય; દેશ વિમળ વિલસાય જીતવા ઉર ઈચ્છે છે, તૃણ ચરીને ગૌ માત દૂધ દહિં ઉત્તમ દે છે, પૂર્ણ પ્રભાયુત પ્રાન્ત પામવા આકાંક્ષા મન; ફરતા હાલ જણાય સૈન્ય સહિતનરનાથ જન. ભાસ્કર દક્ષિણમાં વસ્યા ઉત્તર નવ શેભાય; કુંકુમ હીન કપાળ જેમ સ્ત્રીનું નવ વિલસાય; સ્ત્રીનું નવ હાય એવી ઉત્તર આપે છે; હિમગિરિ સૂર્ય વિહીન નામ ગુણ ધર શેભે છે, ૪ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy