SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૦) નર નાથજી? કદિ આપને, તસ્દી નહીજ ઉઠાવવી; નોકર અમે સહુ આપના, બધું કાર્ય કરશું રાજવી ? જૂના પુરાણ ગ્રન્થ તે, પોથાં તથા થોથાં બધા, જપ તપ અને સેવા બધી, નવરે બતાવી આપદા. ૧૮ શ્રાવક-રાજેશ=વન્દ્રમાં. (૨) સવૈયા. શુકલ શ્રાવણે સુખદ પૂર્ણિમા, હેડામાં દેતે મધુદાન, કુન્દ પુષ્પના પુંજ પમરતા, અમૂલ્ય આપતા આદરમાન; કપૂર ભૂમિ બનાવી સહેજે, ઍમ મન્દિરે રમ્ય વિમાન હે હાલા? શશિરાય? અમારે, આજ મધુરે તૂ મહેમાન. ૧ ભર સાગરના ક્ષારનીરમાં, હારૂં સામ્ય વિકી બિસ્મ; મીન શાંત રસ ઝીલી રહ્યાં છે, તત્ર કટુતા ન ધરે નિમ્બ; પવન લહરીએ સરિતા તીરે, હારાં આજ ગવાતાં ગાન; હે વ્હાલા? શશિરાય? અમારે આજ મધુરે તું મહેમાન. ૨ ખુલ્લા દિલથી આવો સ્નેહ, અમૃત રસની વહવે રેલ; કમળ દિલમાં માનવ જનની, હાથ હમારે ઉત્તમ હેલ; તમે સારથી રસન્તાના, સ્નેહ ઘેલુડાં માનવ યાન; એ હાલા? શશિરાય? અમારા, આજ મધુરા છે મહેમાન, ૩ વાદળના પાછળ પડદામાં, ના છુપાતા હે ઉડુકાન્ત; દિવસ તાપનાં તત ગાત્રને, આપ કરે કરવાં છે શાન્ત; દૂર પ્રદેશે નિવસો છો પણ, આપ આંગણું વસ્તિ રાન, એ વ્હાલા? શશિરાય? અમારા, આજ મધુરા છો મહેમાન ચન્દ્રકાન્તથી ઝરણ આવે છે, આપ તણાં દર્શનને લેઈ; વનસ્પતિઓ બિન્દુ ધરે છે, પવન અંગને ઘર્ષણ દઈ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy