SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) અપરાધત્તમાત્ર. (૪) છંદ-શિખરિણી. પ્રભે! હારી ભક્તિ, હદયમળ ત્યાગી નથી કરી; પિતાને માતાની, ચરણરજ હે ના શિરધરી; છતાં આ પાપીની, કુમતિ ઘટમાં આવી હરજે. જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧ હજારો આશાના, વિકટગિરિ સંસારવનમાં, ભુલ્યો છું હે સ્વામિન્ ! ચટપટી હવે લાગી મનમાં, દયા લાવી આવી, મુજકર ગ્રહીને વિચરજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૨ દયા દષ્ટિ રાખી, ગરિબતણી સેવા નવ થઈ, અરે ! સ્વામિન ! જોતાં, ઉમર પણ અધી વહિ ગઈ, હવેથી સત્પથે, ગમન કરવા હામ ભરજે, જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૩ સ્વયં ગુંજે પુજે, મધુકર ભમે છે મધુવને, અકેલે રાત્રીએ, કમળરસ ચૂમે કદિ દિને; ન જાણે હસ્તિને, ભય પણ સહાયે ઉતરજે, જગન્માતા પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૪ બીજાઓની સાથે, હળીમળી કરી ના પ્રિતલડી, તથા તેઓ પ્રત્યે, હિત પ્રિય વદી ના જીભલડી, કીધા વેરી માથે, પણ મતિ હવેથી સુધરે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૫ રમી ઉધી બાજી, છળ કપટ કીધાં બહુ હશે, અને અલ્પજ્ઞાને, હજી પણ કુકૃત્યો થઈ જશે; હવે એ કૃત્યથી, સ્વમતિ બચવાનેજ કરજે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy