SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળી શકે તેજ કાવ્ય કહેવાય. આ ગ્રંથમાંથી તે વારસો મળી શકતો હોવાથી તેના કર્તા મહાશયે પિતાના હૃદયમાંથી અનુભવેલી ઉર્મીઓના રંગે તેમાં પૂર્યા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. વિદ્વાને કહે છે કેકવિ કલ્પના કરે છે પણ તે અનુકરણ કરીને કલ્પના કરે છે. કલ્પના અને અનુકરણ અંતઃક્ષોભના સાધન ભૂત કહેલ છે. અને કવિતા રચવાનાં તે અંગો છે. છતાં પણ કવિતાશક્તિ માત્ર અભ્યાસથી આવતી નથી. પરંતુ રચનામાં કુદરતની બક્ષીસ હોવી જોઈએ. તેજ તે કવિ થઈ શકે છે. આવી બક્ષીસથી જ રચવામાં આવતી કવિતા હદયને સ્પર્શ કરે છે અને લાગણીને જગાડી મનુષ્યની રૂચિ ઉત્પન્ન કરે છે. ત્યારે જ જેમને જે રસ લેવો હોય તેને તે તે રસ તેમાંથી મળી શકે છે. આ ગ્રંથમાં આવેલ કાવ્યના રચનાર મહાત્મામાં કુદરતની બક્ષીસ હોય તેમ કેટલીક કવિતામાં પિતાના ભાવનું ચિત્ર તેમાં આવેલ જણાતું હોવાથી, તેમ પિગલના નિયમને અનુસરી લખાયેલ હોવાથી, કહી શકીએ છીએ. જેથી આ કૃતિ કાવ્ય રૂપે ઉત્તમ બનેલ છે. આપણું ઘણું મુનિ મહારાજાઓએ ગદ્ય, પદ્ય અને પૂજાના પ્રથે બહુ ઉચ્ચ પ્રકારના રચ્યા છે. પરંતુ સામાજીક, નૈતિક, ધાર્મિક વિષય અને પ્રાસંગિક કુદરતી વર્ણના બનાવા માટેના કાવ્યોનો ગ્રંથ તો આ પ્રથમ જ માલમ પડે છે. ગદ્યના વાચક વર્ગની જ્યારે મોટી સંખ્યા હોય છે ત્યારે પદ્યાત્મક કાવ્ય-કવિતાના વાચન ઉપર શોખ કે પ્રેમ ધરાવનાર અલ્પજ હોય છે. તેમજ તે કાવ્યમાં સમાયેલ તેની ખુબી, ભાવ, રસ, વર્ણન અને રચનારની શક્તિનું માપ કરનાર તે તેથી પણ અલ્પ એટલે કોઈકજ હોય છે. જેનેતર દનોમાં અનેક કાવ્ય કારક છે ત્યારે જૈન દર્શનમાં આવાં વિવિધ કાવ્યોના નિર્માતા આ કાવ્યના લેખક આ શ્રીમાન આચાર્ય જ જણાય છે. વિવિધ જેન સાહિત્યના અનેક ગ્રંથોને અમારા તરફથી પ્રકાશન અને પ્રચાર થયેલ છે. તેમાં ગુજરાતી ભાષામાં સર્વને ઉપયોગી એવા કાવ્યનો આ ગ્રંથ કવિતા સાહિત્યની અભિવૃદ્ધિ કરતે હે આ સભા તરફથી પ્રગટ થતાં અમોને આનંદ થાય છે. આ ગ્રંથ (કાવ્યસુધાકર) માં અછત કાવ્યકિરણાવલી ની પ્રથમ આવૃત્તિ સમાપ્ત થવાથી દ્વિતીય આવૃત્તિ રૂપે દાખલ કરવામાં આવી છે, તેમજ અધ્યાત્મ પરાયણ મહાત્મા આનંદઘનજી મહારાજનાં પદોનો જે કે ગદ્યમાં અનુવાદ થએલે છે, પરંતુ સરલ અને સાદી ગુજરાતી ભાષામાં કાવ્ય For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy