SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહી ડેઢ ડાહ્યો ભલા ભાઈ ! થાજે અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ભસે શ્વાન તોહે ધરે ના પૃહા તું, - ડરાવે વરૂ તો ડરે રંચ ના તું; મીઠું અન્ય તું પંથીને પાણી પાજે, અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ખરે પ્રેમને લક્ષના ગામમાં છે, ખરે દેહને લક્ષના ધામમાં છે; અને મધ્યની ભૂમિમાં ના ભરાજે, અરે ! પંથ તું સત્યને પંથ જાજે. મહારાજને રાય ત્યાંહી વસે છે, વટેમાર્ગુ ત્યાં જઈ સદાયે હસે છે; ધરી ધર્મેને ત્યાં ધસીને જ ધાજે, અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ખરા મિત્રના ત્યાં ભર્યા છે સુમેળા, ખરા સુંખની ત્યાં ભરી ખાસ વેળા અછતાબ્ધિ આત્મીય આનંદ આજે, અરે ! પંથ તું સત્યને પંથ જાજે. વહી જાય ના આ ઘડી બેનું ટાણું, વટી જાય ના હાલનું સત્ય બહાણું; પ્રભુ પાન્થના સંગમાં તું ગણજે, અરે ! પંથી તું સત્યને પંથ જાજે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy