SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૫૩] સેવે છે.બાહા નિમિત્ત કારણરૂપ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કરવામાં આવે છે અને ઉપાદાનરૂપે શુધ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધ ક્રિયાને નિશ્વયપ્રવૃત્તિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગદષ્ટિ હાથ અને દેશવિરતિ ગૃહસ્થ વ્યવહાર અને નિશ્વયથી સદુધર્મપ્રવૃત્તિને સેવે છે. વ્યવહારધર્મકર્મને પરિહાર કરવાથી વિશ્વવતિ સર્વ નીતિ આદિ ધર્મને નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે તેથી નિશ્ચયશુદ્ધ ધર્મપ્રવૃત્તિને નાશ થતાં વિશ્વમાં સર્વ જીવોના હૃદયની શુદ્ધતાને નાશ થાય છે. વ્યવહારધામકર્મ વિના વિશ્વવતિ મનુષ્યને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચયરૂપ ધમવિના કેઈ પણ મુક્તિ પામ્યા નથી પામતો નથી અને ભવિષ્યમાં પામશે નહિ–એ નિયમ હોવાથી ગૃહરએ અને સાધુઓએ સ્વા ધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મકર્મને કરવાં જોઈએ. અન્નરાત્માએ સદ્દધર્મનિવૃત્તિળે મન વચન અને કાયાના પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આવ તવને પરિહાર કરી સંવર નિર્જરા કરવા સાથે વ્યવહારથી પુણ્ય તત્તવનું સેવન કરે છે. મુસમાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પર્ધી કરે છે, એવા શયતાનને જેને કમ કથે છે અને બાને ખુદા કહે છે. વેદાન્તીઓ શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે. તેને અન્યાય કરવા માટે અન્તરા માએ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એ જ ભાવકર્મ છે. ભાવકર્મને ક્ષય કરવાથી દ્રવ્યમ પ્રકૃતિઓનો સરવર નાશ થાય છે. જેનદષ્ટિએ કૃષ્ણ એહિક જનકવિદેહી વગેરે અન્તરાત્માએ હતા. તેઓએ ધર્માનું જ્ઞાન ધરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ હશય પ્રગટાવ્યું હતું. For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy