SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ આધ્યાત્મિક વિકાસ બ્રહ્મખેટકમાં પધારવું: પ્રભુ સાબરમતી નદીની પૂર્વ દિશાએ આવેલા પાર્વતીય બ્રહ્મખેટક (ખેડબ્રહ્મા ) નગરના નદીકાંઠાના પૂર્વ દિશાના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સૂર્યવંશી ધર્મપાલ રાજા રાજ્ય કરતે હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણના વાસથી નગર અત્યંત સુંદર શોભતું હતું. નગરમાં બ્રાહ્મણની સંખ્યા પુષ્કળ હતી તેથી બ્રહ્મખેટકપુર તરીકે નગર પ્રસિદ્ધ થયું હતું. ધર્મપાલ રાજા વગેરે સર્વે લા મનુષ્યો પ્રભુનાં દર્શન કરવા નદીકાંઠે આવ્યા. ઋષિવૃન્દવાળા ઉદ્યાનમાં લેકોએ જાંબુના વૃક્ષ તળે બેઠેલા પ્રભુ મહાવીરદેવનું અત્યંત પ્રેમથી દર્શન અને પૂજન કર્યું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ સર્વ લેકએ નમન કર્યું. પરિણામે બંધ, ઉપગે ધર્મ: પ્રભુએ પરિણામે બંધ, ઉપગે ધર્મ અને ક્રિયાએ કર્મ પર અત્યંત બેધપ્રદ ઉપદેશ આપ્યો. તેઓએ કહ્યું: “મનમાં જે પરિણામ થાય છે તે કર્મને બંધ પડે છે. સર્વ વસ્તુ ઓના સંબંધમાં આવવા છતાં આત્માની યાદી રહે તે આત્માના ગુણરૂપ ધર્મને પ્રકાશ થાય છે. આત્માને ઉપયોગ એ જ આત્મજ્ઞાન છે. આત્મા પિતાના જ્ઞાનરૂપ ધર્મથી ધમી છે. આત્માના જ્ઞાન અને આનંદ સ્વભાવ વિના અન્ય કોઈ અસ્તિધર્મ નથી. આત્મા ઉપગપૂર્વક સ્વાધિકારે ક્રિયાઓ કરવા છતાં કર્મને બંધ કરતા નથી. આત્મામાં જ્ઞાનાગ્નિ પ્રગટયા પછી કર્મરૂપ ઊધઈ લાગી શકતી નથી. આત્મા પોતાના જ્ઞાનથી અનંત કર્મકાછોને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરે છે. જ્ઞાનીઓ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયેના ધર્મને બજાવે છે, પરંતુ તેઓ મનમાં શુભાશુભ પરિણામ નહીં કરતા હોવાથી સર્વ ક્રિયામાં અંતરથી અક્રિયપણે વર્તે છે.” આશય પ્રમાણે ફળ–દષ્ટાંત : આ નગરની દક્ષિણ દિશાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમય૧૩ For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy