SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ણન. શ્રદ્ધાલ સમસ્ત જનસમાજ પરસ્પર–એક બીજાપર સ્નેહ રાખે છે. જેથી સર્વથા ઉદય ભેગવતો તે સમાજ સર્વ સંપત્તિઓનું વિશ્રાંતિના કારણભૂત સ્થાન ગણાય છે, અને સદ્વિદ્યાને આશ્રય કરવાથી વિનયને લીધે તે સમાજ આભૂષણની શોભા સમાન દીપે છે. ૧૯ तपसा बृहता विराजितः, शुभचारित्रविभाविभासमानः । रविसागर इष्टदायको-यदलं पावयति स्म पुण्यराशिः ॥२०॥ મહાન તપશ્ચર્યાથી અદ્દભૂત તેજવી, ઉત્કૃષ્ટ ચારિત્રરૂપ સંપત્તિવડે શોભતા, મુનિઓમાં ચૂડામણિ સમાન, ઇચ્છિત મને રથને પૂર્ણ કરનાર અને સાક્ષાત્ પુણ્યમૂર્તિ એવા મુનિ મહારાજશ્રી રવિસાગર મહારાજે જે નગરને સારી રીતે પવિત્ર કરેલું છે. ૨૦. श्रीमत्सज्जनसिंहभूपविबुधश्चापोत्कटंभूषयन् , वंशं वंशशिरोमणिविजयते नीत्या प्रजाःपालयन् । धर्माऽध्वप्रतिपालकोऽत्र विबुधैः संमाननीयः सदा, ___ सर्वाऽनर्थविदारणप्रबलधीः सत्कर्मकेलिप्रियः ॥२१॥ જે નગરમાં ચાપત્કટ-ચાવડા નામે વંશને શોભાવનાર, પિતાના કાર્યમાં વિદ્વાન, કુલકમથી ચાલુ વંશમાં શિરોમણિ સમાન; રાજનીતિથી પ્રજનું પાલન કરનાર, ધર્મમાર્ગની પ્રવૃત્તિ કરનાર, હંમેશાં સપુરૂષોને માનવા લાયક, સર્વ અનર્થ કાર્યને દૂર કરવામાં અસાધારણ બુદ્ધિમાન અને સત્કાર્યના આચરણમાં જેણે ક્રીડા માની છે એવા શ્રી સજજનસિંહ નામે રાજા રાજ્ય કરે છે. ૨૧. राज्यश्रियं यः समवाप्य शश्वत् , विभ्राजतेऽसह्यवरप्रतापः । यशोधनः स्वामिगुणोपपन्नो-जयश्रियाऽऽश्लिष्टवपुर्विधिज्ञः ॥२२॥ અસહ્ય છે ઉત્કૃષ્ટ પ્રતાપ જેનો, યશરૂપી છે ધન જેનું, સર્વ સ્વામીના ગુણોથી યુક્ત, વિજયલક્ષ્મીએ જેના શરીરને આશ્રય For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy