SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંક્ષિપ્ત રૂપરેખા આગમનું ગૌરવ અવલોકયું. સ્થા. દક્ષામાં જે વચનશકિત અને ઓસપણાથી ભારે પ્રસિદ્ધિ અને સન્માન મેળવ્યું હતું તે વચનશકિત અને એસની સાથે આગમનું ગૌરવજ્ઞાન તથા ગુરુમહારાજ તરફથી નિરંતર મળતી રહેતી અધ્યાત્મજ્ઞાન વગેરેની સુંદર પ્રસાદી ભળતાં રહ્યાં, તથા તપથી કાયાને પણ તપાવવા માંડી. અઠ્ઠાઈ વગેરે તપે ઘણીવાર કર્યા. વળી ચોગવહનનું તપ કરી જ્ઞાન આરાધના કરી. પરિણામે સાણંદમાં તેમને પં. શ્રી વીરવિજયજી ગણીએ પંન્યાસ તથા ગણીપદ સમર્પણ કર્યા. ધનુષ્યના ટંકાર સમા બુલંદ અવાજે સતત દેશના દઈ લેક પર ઉપકાર કરતા પં. શ્રી અજિતસાગરજી ગણીએ સદા પરહિતમાં જ જીવન વિતાવ્યું છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તેઓએ સુંદર લખ્યું છે, તેમણે પ્રાકૃત સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતરો પણ કર્યા છે. ભીમસેન ચરિત્ર, અજિતસેન ચરિત્ર, તરંગવતી કથા, (પદ્ય) ચંદ્રરાજ ચરિત્ર, સ્તુતિએ, શોભન સ્તુતિ ટીકા સાથે, ધર્મશર્માલ્યુદય, નેમિનિર્વાણ તિલકમંજરી, શાંતિનાથ ચરિત્ર વિગેરે મહાકાવ્યો ઉપર ટીકાઓ, શબ્દસિંધુ, (કોષ) બુદ્ધિપ્રભા વ્યાકરણ, સુભાષિત સાહિત્ય, બુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, શ્રી કલ્પસૂત્ર સુખધિકા. આ તેમના સંસ્કૃત ભાષામાં લખેલા ગ્રંથે છે. તેમનું સંસ્કૃત સુંદર, લાલિત્યભર્યું અને સુગમ છે. વેદાંતરહસ્થ વિ. વેદાંતના પણ ગ્રંથ રચ્યા છે. તેમની લખેલી ગુજરાતી કવિતાઓ પુષ્કળ હોઈ, તે મધુર, ભાવનાભરી, સામયિક, સુલલિત અને હૃદયને આલાદક છે. સુપાસના ચરિત્ર તથા સુરસુંદરી ચરિત્ર અને કુમારપાલ ચરિત્ર વિગેરેનાં તેમનાં ભાષાંતરો પણ સરલ અને સુંદર છે. આમ આ પંન્યાસજીએ સાહિત્યના પ્રદેશમાં સારો ફાળો આપ્યો છે. આવી પ્રભાવિકતાની શકિત તથા તેવી બીજી પણ અનેક પ્રકારની યોગ્યતાને અંગે આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ તેમને પ્રાંતીજ મુકામે સં. ૧૯૮૦ ની સાલમાં આચાર્યપદથી અલંકૃત કર્યા અને સાગરશાખાના સંઘાડાને ભાર તેમને સમર્પણ કર્યો. આ પછી તેઓ થોડાં વર્ષો જ હૈયાત રહ્યા છે, પણ તેટલામાં તેમણે લખવામાં તથા ઉપદેશ દેવામાં કચાશ રાખી નથી. ઉત્તમ પુરુષોના જીવનની એક ક્ષણ પણ આ દુનિયાને ઘણી કિંમતી છે, એ કોણ નથી જાણતું ? તેઓશ્રીએ ધાર્મિક, સામાજિક ઉન્નતિકારક વ્યાખ્યાને આપવા સાથે કેટલીક ધાર્મિક સંસ્થાઓને મદદ અપાવી પ્રાણવાન બનાવી છે. ગસાધનામાં પણ સારી પ્રવૃત્તિ હતી. ગુરૂ ભક્તિ પણ અજોડ હતી, એ તેમના ઉપદેશથી બંધાયેલાં શ્રી બુદ્ધિસાગરસૂરિજીના ગુરૂ મંદિરો સાક્ષી For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy