SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) ગણાવીને જૈન ધર્મના જ્ઞાતા બનાવ્યા હતા અને તે લોકોને જૈન ધર્મના ફેલાવાની યોજનામાં જ્યા હતા તે તેઓ મૂળ બ્રાહ્મણ હોવાથી જૈન ધર્મને સહેલાઈથી ફેલાવો કરી શકત. જૈનાચાર્યોને મૂળ ઉદ્દેશને પાછળના સાધુઓ-શ્રાવકે પ્રાયઃ ભૂલી ગયા અને તેઓ જૈન શાસનની સેવા માટે સમયને માન આપી શક્યા નાહ તેથી હાલ પૂર્વચાર્યોની રોજનાઓ અને મૂળ ઉદેશે ભૂલાઈ ગયા અને જૈન લોકોની વસતિમાં ઘટાડો થતો ગયો. પર્વતનું એક મોટું શિખર હોય અને તે પડવાથી ગડગડતું નીચે પડે અને તેના ખંડ ખંડ થાય તેવી જેનોની ઉન્નતિમાંથી અવનતિ અવલોકાય છે. જૈનોની અવનતિ થવાનાં ઘણાં કારણે છે, તેમાંથી કેટલાંક નીચે મુજબ જણાવવામાં આવે છે. અજ્ઞાનતા, પ-કુસંપ–ધર્મક્રિયાના મતભેદોથી ઉઠતા કલેશ, ગચ્છના મતભેદો, ખંડનમંડન-ઝઘડા વગેરેથી સંકુચિત દૃષ્ટિ, જે વ ખતે જે ક્ષેત્રની પડતી દશા હોય તેની ઉન્નતિ તરફ અલક્ષ. નકામાં ખર્ચે. પરસ્પર સાધુઓમાં ઐક્યભાવની ખામી. સામાની ઉન્નતિને ન સહન કરવી. સમયને ન ઓળખવાની શક્તિ. સાધુઓની વૈયાવચ્ચ. ભક્તિમાં ન્યૂનતા. ધર્માભિમાનની ન્યૂનતા. જનનાં કર્તવ્ય તરફ અલક્ષ વગેરે કારણોથી જૈનોની પડતીનાં ચિન્હ પ્રગટયાં છે. ઘણું ગમે અને તેઓના પરસ્પરના ખંડનમંડનમાં જૈનાચાર્યોએ આત્મશક્તિને વાપરી દીધી છે અને તેથી ગચ્છના શ્રાવકોમાં પિતતાના ગચ્છની માન્યતાઓ વધવા લાગી અને બીજાની માન્યતાઓ પરસ્પર વિરૂદ્ધ લાગી અને તેથી પરિણામ એ આવ્યું કે દરેક ગ૭વાળાએ પિતાના રક્ષણમાં અને અન્ય ગચ્છને હઠાવવામાં ઉપદેશ આદિ શકિતઓને વાપરી દીધી અને તેથી અન્ય ધર્મીઓએ લાગ જોઇને જૈનમાં પગ For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy