SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિટીના વાઈસ પ્રેસિડન્ટ (ઉપપ્રમુખ) નીમાયા હતા. આથી રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. (પ્રેસીડન્ટ)ના હાથ નીચે મ્યુનિ. સિપાલિટી સંબંધી ઘણો સારો અનુભવ મેળવ્યો હતો. તેથી રા. બ. રણછોડલાલના મરણ પછી શેઠ મણિભાઈને ઈ. સ. ૧૮૯૮ માં પ્રેસિડેન્ટ (પ્રમુખ) નીમવામાં આવ્યા હતા. શેઠ મણિભાઈમાં દયારૂપી ઉત્તમ ગુણ હતો. જ્યારે સંવત ૧૮૫૬ ની સાલમાં ( છપનીઓ) દુકાળ પડયો ત્યારે પોતે મોટું ખર્ચ કરી કેટલમ્પ કાઢ્યું હતું, અને ગરીબો માટે દાણું વગેરે આપવામાં મોટી મદદ કરી હતી. તેમજ ગુજરાત કૅટલ પ્રિઝર્વેશન કંપની લિમિટેડમાં પ્રેસિડંટ થઈ જાત મહેનતથી ઘણાં પશુઓ અને ઢોર બચાવ્યાં હતાં. દયાને ગુણ એટલો બધો હતો કે બીજા પર ભરૂસો ન રાખતાં ગરીબોની સારવાર પોતે જાતમહેનતથી કરતા હતા, અને તેમ કરતાં શીતળાનો રોગ લાગુ પડે હતો. તેના પરિણામે તેમને દેહ ત્યાગ થયે. આ ઉપરથી જોતાં તેઓએ નાની ઉમ્મરમાં સરકાર તેમજ પ્રજા એમ બંને તરફથી ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. દયાને ગુણ તેમના સર્વ ગુણમાં પ્રધાન હતા. સ્વભાવે શાંત, ગંભીર અને વિનયવંત હતા. લેકેનું ભલું કરવામાં આત્મભોગ આપવાનું હમેશાં સ્વીકારતા. તેમને પિતાને શેઠ કસ્તુરભાઈ અને ઉમાભાઇ નામના બે પુત્ર છે. શેઠ મયાભાઈના શેઠ વિમળભાઈ અને સારાભાઈ એ બે પુત્ર છે. શેઠ લાલભાઈના ચમનભાઈ શેઠ છે. આ માટે જુઓ વંશાવલી. ચમનભાઈ શેઠ હમણાં સુધી નગરશેઠ હતા તે સાથે ચાલુ (સં. ૧૮૬૮)ની સાલમાં શેઠ આણંદજી કલ્યાણજીના પ્રેસીડન્ટ નીમાયા હતા. પરંતુ દીલગીરીની વાત છે કે થોડા દિવસ પહેલાં એકાએક સ્વર્ગવાસ પામ્યા. તેમનું ટુંક જીવન વૃત્તાંત આ સાથે આપીએ છીએ – ચીમનભાઈ શેઠ, ચીમનભાઈ લાલભાઈને જન્મ સને ૧૮૮૪ ના વર્ષમાં થયો હતો. તે વખતમાં જ તેમણે ગવર્નમેંટ હાઈસ્કુલમાં કેળવણી લીધી હતી. તદન નાનપણમાં જ પોતાના પિતાશ્રી સ્વર્ગવાસ પામવાથી બધી મિલકતોને સંપૂર્ણ વહીવટ લેવાનું માત્ર ૧૬ વર્ષની કુમળી વયમાં તેમને શિરે એકાએક આવી પડ્યું હતું, અને તેમ છતાં તેમને વહીવટ એવી સંતોષકારક રીતે કર્યો કે બધાને તેમના વિષે સરસ અભિપ્રાય બંધાયેલો છે. તેમને નગરશેઠ (શેરિ) For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy