SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮) છેલ્લી દશા વાણું તણું, છેલ્લી દિશા ભાવની; દિલને સખત બહેલાવતી, ઘડી તે સ્મરણમાં આવતી. ૨ વિરહે ભરેલાં અશ્રુઓ, સાચાં બનેલાં મોતિડાં ઝાકળ સમાં ઉડી ગયાં, ઘડી તે સ્મરણમાં આવતી. ૩ આકાશ કેરી ચંદ્રિકા –કેરા થયા ભાવ ફીકા; હું તું તણું ભૂલ્યાં દશા, ઘડી તે સ્મરણમાં આવતી. ૪ વહાલી હૃદયની વાટિકા, -ના પુ૫ કેરી રમ્યતા, બસ એક તાર બની હતી, ઘડી તે નયનમાં આવતી. ૫ હું તું નહી તુ હું નહી, બસ એક રસની રેલડી, જાણું છતાં જોઈ નહી, ઘડી તે નજરમાં આવતી. ૬ જ્ઞાન , (૬) ગઝલ. હારા સમી માધુર્યતા, હે વિશ્વમાં દીઠી નહી; હારા સમી ધન ધાન્યતા, મહું અન્યમાં દેખી નહી. ૧ આશક થા હારા ઉપર, નીરખી હજારે નારીઓ, પણું આપ સરખો પ્રિયતમા, હે અન્યમાં દીઠી નહી. ૨ વિરે રૂપેરી ફૂલડાં, ધળું બનાવ્યું વિશ્વને; એ ચંદ્રિકાની સામ્યતા, હારા સમી દેખી નહી. ૩ સરવર વિષે કમળ રૂપી, સાહેલીઓ રમતી હતી; પણુ આપ ચમની ઉપમા, મહે વિધમાં દેખી નહિ. ૪ શૃંગાર પૂર્વક શારદી, પ્રિય પૂર્ણિમાના પવપર; રમણી રમણની રમણતા, હારા સમી દેખી નહી. ૫ * તુ જીવનનું સર્વસ્વ છે, તું રસભર્યો રસ રાજ છે, રસતા મહારસ રાજની, હે અન્યમાં દેખી નહી. ૬ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy