SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિકંચનના ભંડાર. વારી. ૩ ધન ધન વૈદેહી જગજીવન રાજકુમારને, ઝળકે અંગેઅંગે પરબ્રહ્મનું તેજ; હારી લીલા સઘળી પરમેશ્વર શકિત ભરી, મેં તો જાણ્યાં તીર્થકરના લક્ષણ સહેજ. વારી. ૪ મારી કૂખે જન્મ્યા જગજીવન જગનો ધણી, તેથી ત્રણ્ય ભુવનમાં બની ઘણું પ્રખ્યાત; મારા હૈયામાં ઉછળતા સુખના સાગર, હું તે કહે વાણ તીર્થકરની જગ માત. વારી. ૫ કેટિ રવિ શશિ તારા તુજ આંખમાં શોભતા, તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ, અગ્નિ વાયુ નભ તુજ હૃદયે ગિરિવર પાદમાં, સાગર ઉરમાં તારી સ્તુતિ વેદે ગાઈ. વારી. ૬ સઘળી જ્ઞાનસૃષ્ટિ તવ આતમમાં વિલસી રહી, પ્રગટયા જગમાં કરવા જેનધમ ઉદ્ધાર; લંછન સિહતણું સમજાવે પૂર્ણ પરાક્રમી, હું તો પામું નહીં તુજ ગુણ કલાને પાર. વારી. ૭ તારો મહિમા ગાવા વિશ્વ સકલ જીવી રહ્યું, લક્ષણ બાહ્ય અત્યંતર સહસ લક્ષ કરોડ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy