SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org " ૪૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવ્ય દેવનાં દન કરવા, અનુભવી વિરલા આવે રે; સ્થિરતારૂપી થાળ ભરીને, ભાવનાં ભાજન લાવે રે. આનદરૂપી થાય આરતી, સમજ્યા છે સંસ્કારી રે; અનુપમ રાગ અજિત ઇશ્વરમાં, અખંડ આન’દકારી રે. ’ જૈન કવિ શ્રીઅજિતસાગરસૂરિજીને આટલા પરિચય બસ થશે. ગુજરાતી સાહિત્યની ખીલવટ માટે હમણાં હમણાં જૈન ભાઈઓમાં ઠીક જાગૃતિ આવી છે. જૈનધમ પ્રસારકસભા, આત્માનંદસભા, આગમેાદયસમિતિ, અધ્યાત્મજ્ઞાનપ્રચારકમ ડલ, દેવચંદ લાલભાઇ—પુસ્તકાહાર ફ્રેંડ, મુનિશ્રી વિદ્યવિજયજી, ન્યા ન્યાયતી ન્યાયવિજયજી, શ્રીયુત માહનલાલ દલીચ'દ દેશાઇ, શ્રીયુત મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, પડિત બહેચરદાસ, પંડિત સુખલાલજી, મુનિશ્રી જીનવિજયજી, પંડિત લાલચ ભગવાનદાસ ગાંધી, શંભુલાલ જગશી વગેરે સાહિત્યની ખીલવટ અને અભિવૃદ્ધિ માટે સારા પ્રયત્ન કરી રહ્યા છે. આમાં જૈન ' વગેરે વત્તમાનપત્રાના સારા ફાળા મળતા રહે છે. જૈન કવિ શ્રીઅજિતસાગરસૂરિજીએ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્ય તેમાં લખ્યું છે. જૈન પરંપરા જોતાં ગદ્ય અને પદ્ય લખવાના રિવાજ ઘણા પ્રાચીન છે. કાઇ કાઇ લોકા કહે છે કે અસલના વારામાં ગદ્ય લખવાના રિવાજ ન હતા. અભ્યાસને પરિણામે જણાયુ છે કે આ વાતમાં કાંઇ પણ વજુદ નથી. જેને ઘણા પ્રાચીન કાળથી ગદ્ય અને પદ્ય અનેમાં સાહિત્ય રચતા આવ્યા છે. દેશભાષા–પ્રાકૃતમાં રચાયલા સૌથી જુના ગ્રંથ ‘ શ્રી આચારાંગ સૂત્ર’ છે. આ સૂત્રમાં ઘણું લખાણ ગદ્યમાં છે અને જૂજ લખાણ પક્ષમાં છે. જે લખાણ છે તે ઘણી જ શિષ્ટ પ્રાકૃતમાં દેશભાષામાં—તે વખતે વ્યવહારમાં શિષ્ટ જ્વેમાં વપરાતી ભાષામાં છે. આથી જીનુ શુદ્ધ પ્રાકૃત ભાષાનું ખીજું કાષ્ઠ પુસ્તક ઉપલબ્ધ નથી. આથી સિદ્ધ થાય છે કે આપણી દેશ-પ્રાકૃત ભાષાનું મૂળ પુસ્તક ‘શ્રી આચારાંગ સૂત્ર' છે. આ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy