SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) વાલ્યા જાય છે. (૩૭૫) ઓધવજી સંદેશ–એ રાગ. પ્રભુ સમરણ વિણ દિવસ ચાલ્યા જાય છે, ચાલી જાય છે અજવાળી કાંઈ રાત જે; બાળપણું રમવામાં સર્વ ગુમાવીયું, વિશ્વ પિતાની ગમી નહીં શુભ વાત છે. પ્રભુ-૧ જોબનિયું આવ્યું ને ચિત્ત ચાળે ચઢયું, જીવતી સાથે રમી રહ્યો છે રાસ જો; એ અવસરિયે પ્રભુજીને સમય નહીં, ગમી ગયા છે કલેશ અને કંકાસ જે. પ્રભુ-૨ વૃદ્ધપણું આવ્યું ને તન ટાટું પડયું; મંદ પડ્યા છે વિષય તણા જ વિકાર જે, સઘળા રેગે આવી ઘેરે ઘાલી; ભજ્યા નહી પણ પ્રાણ તણું આધાર છે. પ્રભુ-૩ જપ તપ હૈ કીધાં નહીં પાપી પ્રાણીયા, સ્થિર થઈને નવ બેઠે એકે ઠામ જે; સાધન પણ કીધાં નહી આત્મ ઉદ્ધારવા; પરમેશ્વરનું નવ લીધું ઘી નામ જે. પ્રભુ-૪ ભજન વિના હું સઘળા દિવસ ગુમાવિયા, * વ્યર્થ કર્યો છે માનવને અવતાર જે; અજિતસાગર પ્રભુને ભજીયે ભાવથી, સમરણ પ્રભુનું સહુ સાધનને સાર છે. પ્રભુ-૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy