SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૧ ) પવહે. ( રૂes) ગજલ સહિની. ભાગીરથી પાવન ઘણી છે, તેય પણ પાણી વડે ગોદાવરી પાવન ઘણી છે, તેય પણ પાણી વડે. ૧ નદી નર્મદા પાવન ઘણી છે, તેય પણ પાણી વડે; યમુના નદી પાવન ઘણી છે, તેય પણ પાણુ વડે. ૨ ગીજને ઉન્નત બને છે, તેય પણ પાણે વડે; ગીજને પાછળ પડે છે, તેય પણ પાણી વડે. ૩ સંસાર કેરી ઉન્નતિ છે, તેય પણ પાણી વડે સંસાર કેરી અવનતી છે, તેય પણ પાણી વડે માનવતણું રક્ષણ બને છે, તેય પણ પાણીવડે; માનવતણું લક્ષણ ઘટે છે, તેય પણ પાણી વડે. ૫ ઘેડ તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે હાથી તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે. ૬ બળદે તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે હથિયારની કિંમત વધે છે, તેય પણ પાણી વડે. ૭ મોતી તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે; રત્ન તણી કિંમત વધે છે, તેય પણ પાણુ વડે. ૮ દ્ધા તણી કીતિ વધે છે, તેય પણ પાણી વડે લેખક તણી કીર્તિ વધે છે, તેય પણું પાણી વડે. ૯ વસ્ત્રો તણું શુદ્ધિ બને, તે પણ અજિત પાણીવડે; સંસારની વૃદ્ધિ બને, તે પણ અજિત પાણી વડે. ૧૦ અરે નર જ્ઞાની તું પાનીકે જતન કર; પાણીકા ગયે તે દગાની કહા કામકી. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy