SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (203) માતા નિષેધ (૨૦૨) ધીરાની કાપીને રાગ. ફળ દારૂનાં પૂરાં રે, માટે એને તરત તો; વિચાર કરો વ્હાલા રે, સદ્ગુણુના શણગાર સજો—ટેક. દારૂ પિનારા દેહ બગાડે, કૈક થયા પાયમાલ; કૈક મુવા છે માત વગરના, ભૂરા અન્યા છે હાલ; ખૈરાં બાળક કકળે રે, અન્ન અમેાને કોઇ આપજો. ફળ૦ ૧ લક્ષ્મીપતિની લક્ષ્મી રીસાણી, નાડી કેંકની નાર; કૈક જણા તેા અતીત થયા છે, ભૂમિ ઉપરના ભાર; ખગાડશે નહીં બુદ્ધિ રે, એને શિર ધિક્કાર હજો. ફળ ૨ જમીનદારે દારૂ પીને, વેચી સ` જમીન; ફાટ્યા કપડે ફરતા દીઠા, આપદને આધીન; શરીર ગયાં. સૂકાઈ રે, કુંદીને ફિટકાર હો. ફળ ૩ જુવાન કેરાં જોખન ચાલ્યાં, ધ્યાની કેરાં ધ્યાન; જ્ઞાની કેરાં જ્ઞાન ગયાં છે, નિશ્ચય એ નાદાન; ઇશ્વર ! અરજ કરૂ છું રે, હવે દયાળુ દેવ થો. ફળ ૪ ભાઈ ભાઈથી લડી પડ્યા છે, માઇએ સાથે ખાઇ; પિતા પુત્ર પણ લઢી મુવા છે, ચૂલે પિડ ચતુરાઇ; કરૂણાનાથ ? કૃપાળુ રે, અલબેલા? વ્હારે આવો. ફળ ૫ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જૈનને, પારસી મુસલમાન; એ સઘળાને સમજાવું છુ, ધરને શિક્ષા ધ્યાન; દેશવટે દારૂને રે, આપીને સ્થિર મતિ થાય જજે. ફળ ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy