SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ચંદન અંગે ચર્ચતા, એ તન પર અંગાર; હેં મુજ નજરે નિરખિયા, નવ કર મમત લગાર. ૫ કમળ નિર્મળ કાય છે, જોબનમાં ઝલકાય; ચતુરાએ ચાલી ગઈ, નવ કર મમત લગાર. ૬ કુલ્યાં તે કરમાય છે, વણસે છે વ્યાપાર; રાવણ સરખા ના રહ્યા, નવ કર મમત લગાર. ૭ અ ઉપર બેસતા, શૂર તણું સરદાર; મશાણના વાસી થયા, નવ કર મમત લગાર. ૮ રક્ષણ તેય કરે નહી, જબરે જમનો માર; આખર દિવસ આવશે, નવ કર મમત લગાર. ૯ અજિત કહે સમજી અને, કર પ્રભુ સાથે પ્યાર; ઝાકળ બિન્દુ જગત છે, નવ કર મમત લગાર. ૧૦ જ્ઞાન -( રૂ૦૬). આવતા કેમ નથી શા મલડા–એ રાગ. જાતા કેમ નથી? ભજનમાં, જાતા કેમ નથી ? ગુરૂ પ્રભુના ગુણ નેહ કરીને, ગાતા કેમ નથી ? જાતા-ટેક. પરમ ગુરૂના પગલે રાજી, થાતા કેમ નથી ? જાતા-૧ ભજનસ્વરૂપી ભાતું ખાંતે, ખાતા કેમ નથી ? જાતા-૨ તરસ્યાં જનને પાણી જગમાં, પાતા કેમ નથી ? જાતા-૩ ધર્મકરમના ધંધા માંહી, ધોતા કેમ નથી ? જાતા-૪ ચિત્ત વિષે ચિઘનને પ્રેમ, હાતા કેમ નથી ? જાતા-પ નેહ વેલથી ભજન છાપરી, ચહાતા કેમ નથી ? જાતા-૬ અજિત કહે કે જ્ઞાન ગંગમાં, ન્હાતા કેમ નથી? જાતા-૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy