SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૩) જર મેળવ્યાનું જોર છે, આશા અનંત અપાર છે; જૂઠમાં જનમ વહી જાય છે, પણ કયાં જવાની વાર છે? ધા. ૨ ઘાડા રહે ઘડાળમાં ને, પડી રહ્યો પરિવાર છે; ધન ધામ તજીને ચાલવું, પ્રભુ નામને આધાર છે. ધા. ૩ તન ધન ત્રિયાના તેજમાં, ઓ ભાઈ ? શીદ અંજાય છે, ઘાંટી ઘણી છે આકરી, જ્યાં મરણની તક થાય છે. ધા. ૪ આશા અને તૃષ્ણ બધી, ઉધી વળે પળ વારમાં દેવે જવાબ પડે બધેયે, દેવના દરબારમાં. ધા. ૫ ધનવંત કૈક ઢળી પડયા. રાજાધિરાજ નથી રહ્યા; છે જવાળ મટી કાળની, હવે ધાર દિલમાંહી દયા. ધાત્ર ૬ મહેમાન જેવો માનવી, આવી અને ચાલ્યા જશે, કહે અજિત ભજી પ્રભુ ભાવથી, ત્યારે આતમા ઉદ્ધારજે. ધા. ૭ સંસાર સાર (ર ) ભજન કરી લે ભજન કરી લે–એ રાગ. સાર છે અહીં સાર છે, પ્રભુ નામ એકજ સાર છે; આ વિશ્વની વાડ તણે, ભયથી ભર્યો વિસ્તાર છે. સાર. ૧ મિત્રો મળ્યા મનમાનતા, સ્નેહી મળ્યા સરદાર છે; પણ મૃત્યુને ભય આવતાં, એક નામને આધાર છે. સાર. ૨ જપ તપ બરાબર નવ બન્યાં, વૈરાગની રહી વાર છે; આ કઠિન કળજુગને વિષે, તે નામને આધાર છે. સાર. ૩ રૂપની ભરેલી સુંદરી, શેભી રહ્યો શણગાર છે; પરલેકમાં જાવું પડે, ત્યાં નામને આધાર છે. સાર. ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy