SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) અજિત કહે એવા ઈશ્વરની, ઓજ કરી લ્યો ખાસ સર્વ જગતના સુખ કરતા છે, અનંત કટિ સુખરાશ. હૃદયમાં ૭ સંતાપ રિક્ષાર. (૧૮) - રાગ-ધનાશ્રી. શીદ કરે સંતાપ, જગતમાં, નવ કર સંતાપ; વ્યાકુળ થાય અમાપ, હૃદય તો વ્યાકુળ થાય અમાપ–ટેક. એક દિવસ વન રામ પધાર્યા, અતીવ રહેલ ઉત્તાપ; એક દિવસ પછી અવધ પધાર્યા, પ્રગટયે પૂર્ણ પ્રતાપ. જ૦ ૧ નળ દમયંતી વનવન રખડયાં, ઘણું સહ્યા શિર તાપ; એક દિવસ સુખના દિન આવ્યા, પડચા કલેશ પર કાપ. જ૦ ૨ એક દિવસ રાજા રાવણની, હતી છત્રપતિ છાપ; એક દિવસ લંકા લૂટાણી, વિધવા કરે વિલાપ. જ૦ ૩ એક દિવસ વન પાંડવ ચાલ્યા, મળે ન દુઃખનાં માપ, એક દિવસ શિર છત્ર ધરાણ, અતિ સુખ પામ્યા આપ. જો ૪ મરદને માથે આપદ આવે, પ્રગટે જ્યારે પાપ; પણ એ દુઃખ તે સદા ટકે નહી, જપે પ્રભુના જાપ. જો ૫ અંતરમાં ઉભરાઈ રહ્યો છે, બહુ નામી જગ બાપ; શા માટે તે અળગા ન કરે, પીંડ તણા પરિતાપ. જો ૬ અજિત ભજો જગદીશ્વર ઈશ્વર, વધુમાં એને વ્યાપ; સુખ દુઃખને સરખાં સમજી , અળગા કરી અભિશ્રાપ. જ૦ ૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy