SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદ્ઘાત. ' ગીત પ્રભાકર' નામક ગીત કાવ્યને ઉદ્દઘાત લખી આપવાની મહાફરજ મારા ઉપર મૂકવામાં આવી છે. આ મહાફરજ એટલા માટે છે કે આ મહાકાવ્યના રચનાર મહાત્માશ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજના ચરણમાં ઉપસ્થિત થવા જેટલીયે મહારી ગ્યતા નથી. પરમ મુક્તાત્મા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મહાત્મા શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજના પ્રાસાદિક કાવ્યો ઉપર ઉપેહઘાત લખવે એ કાંઈ સહેલી વાત નથી, તેમ છતાં આ ગીત પ્રભાકરને ઉદઘાત મહારે જ લખવો એવી મહારા પરમગ્નેહી ભાઈશ્રી પ્રાગજી જમનાદાસ ડાસાએ મહને આજ્ઞા કરી. આ પુસ્તકને ઉપઘાત જે કઈ જ્ઞાનપિપાસુ વિદ્વાન પાસે લખાવ્યો હેત તે તે કાર્ય વધારે સકળ થાત. કાવ્યમીમાંસા કરવાની મહારામાં યોગ્યતા નથી. સદગત જૈનાચાર્ય મહારાજને મહને લેશ પણ પ્રત્યક્ષ પરિચય થએલો નથી. તેમ છતાં મારા પરમ સ્નેહી ભાઈશ્રી પ્રાગજીભાઇના અત્યાગ્રહને માન આપીને મહારે આ નાનકડો ઉપઘાત લખવો પડે છે. આમાં હારી જાતને પરોક્ષરીતે પણ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મહાત્માની સેવા કરવાને મહ૬ લાભ અનાયાસે પ્રાપ્ત થાય છે. તેથી હું હારા આત્માને અહેભાગ્ય માનું છું. સમાજ અને રાજ્ય વ્યવસ્થાને અંગે જનતા મહાકાવ્યદ્વારા પ્રેરણા મેળવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ભેદી માઁ તે મહાકાવ્યો સિવાય બીજું કેણુ સમજાવે? રામાયણ અને મહાભારત જેવા ભારતમાં જન્મેલાં મહાકાવ્ય સમાજ અને રાજ્યનાં ભારે પિષક મહાસાગરા છે. એ પરમપવિત્ર મહાકાવ્યનો સંગ કરીને કેટલાયે ભેગીમાંથી જોગી થયા છે, કેટલાયે રોગી નીરોગી થયા છે, કેટલાયે પાપીઓ પુણ્યવંતા બન્યાં છે. કેટલાયે પાખંડીઓ ભક્તો બન્યા છે, કેટ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy