SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧ ) સતે કહે સંસારમાં, આત્માજ કેવળ પ્રાપ્ય છે, બેલે અજિત સંસારમાં, પણ સર્વને દુઃપ્રાપ્ય છે. ૧૦ चिंता करो नही मानवी (१५०) ગજલ સહિની. ચિંતા કરે નહી માનવી, ચિંતા કર્યાથી શું વળે; | ચિંતા કરે નહી માનવી, ચતુરાઈ ચિંતાથી બળે. ૧ ચિંતા કરે નહી માનવી, તન તેજ પણ નિશ્ચય હઠે; ચિંતા કરો નહી માનવી, આયુષ્ય પણ નિશ્ચય ઘટે. ૨ ચિંતા કરો નહી માનવી, કાર્યો કરે આગળ ધસે, પાછા પડે કદિ તોય પણ, ઉદ્યમ કરી આગળ ધસે. ૩ ચિંતા કરે નહી માનવી, થાશે વિજય એ જાણવું ચિંતા કરે નહી માનવી, પ્રારબ્ધનું બળ માનવું. ૪ ચિંતા કરે નહી માનવી, દમયંતીની તસ્દી જુઓ; ચિંતા કરે નહી માનવી, સીતા તણ વિપદા જુઓ. ૫ ચિંતા કરે નહી માનવી, પાંડવ રહ્યા વનવાસમાં, ચિંતા કરે નહી માનવી, ફરિથી વસ્યા હુલ્લાસમાં. ૬ ચિંતા કરે નહી માનવી, જમ્યા તમે છે હિંદમાં, આ ચિંતા કરે નહી માનવી, આવ્યા તમે છે હિંદમાં. ૭ ચિંતા કરે નહી માનવી, અવતાર સુંદર આવિયે; ચિંતા કરે નહી માનવી, સત્સંગ વિધિએ આપી. ૮ ચિંતા કરે નહી માનવી, સત્સંગથી સુંદર બને; . - ચિંતા કરે નહી માનવી, વૈરાગ્યથી નિર્ભય બને. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy