SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૩ ) વન્યાવિકા વિષે-(૨) અચકો મચકો કારેલી–એ રાગ. કળજુગમાં પાકયા કયાંથી રે, કન્યાવિક્રય કરનારા; જશે અને જડમૂળમાંથી રે, કન્યાવિક્રય કરનારા. નવ ઇશ્વરને ડર રાખે રે, કન્યાવિક્રય કરનારા; દુઃખમાં દીકરીને નાખે રે, કન્યાવિક્રય કરનારા. નવ ધર્મ કર્મ ને જાણે રે, કન્યાવિક્રય કરનારા; પર પસે મેજે માણે રે, કન્યાવિક્રય કરનારા. દીકરીની શી ગતિ થાશે રે, કન્યાવિક્રય કરનારા; દિલમાંહી દયા નથી પાસે રે, કન્યાવિક્રય કરનારા. કઈ વૃદ્ધ પતિ પરણાવે રે, કન્યાવિક્રય કરનારા. બીજ પાપ વૃક્ષનાં વાવે રે, કન્યાવિક્રય કરનારા. છે ભૂતડા કેરા ભાઈ રે, કન્યાવિક્રય કરનારા; ભરી રગ રગમાં ભડવાઈ રે, કન્યાવિક્રય કરનારા. પુત્રી જીવજે કે મરજે રે, કન્યાવિક્રય કરનારા કહે ભાણું હમારૂં ભરજે રે, કન્યાવિક્રય કરનારા. એ કેવળ દૂર કસાઈ રે, કન્યાવિક્રય કરનારા; દુનિયા કેરા દુઃખદાઈ રે, કન્યાવિક્રય કરનારા સૂરિ અજિતની શિક્ષા સારી રે, કન્યાવિક્રય કરનારા; પણ ખળને લાગે ખારી રે, કન્યાવિક્રય કરનારા. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy