SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) બુદ્ધિસાગર પંચમકાળે, મુનિવર ગુરૂને છે આધાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન છે જે વારંવાર -- — ગહુલી ૩૭ हुं ने मारूं. (રાગ પ્રભાત.) હું ને મારૂ માની પ્રાણી, ચાર ગતિમાં ભટક રે; અજ્ઞાને અથડાણે જ્યાં ત્યાં, અવળી મતિથી અટકો રે. હું. ૧ છાયામિષે કાળ ભમે છે, ક્ષણમાં પકડી જાશે રે; કટમ્બ કબીલો સાથ ન આવે, આવ્યા તેવું જવાશે રે. હું. ૨ જરૂર જંજાળ જકડાતાં, દુઃખને દરિયા મેટા રે; ગુરૂગમથી સમજીને પ્રાણું, વળીશ નહિ તું ગેરે. હું. ૩ જમ્યા તેને જરૂર મરવું, કુલીને શું ફરવું રે; કાળઝપટમાં સહુ ઝપટાશે, કામ ન કરવું વરવું રે, હું. ૪ પાણીના પરપોટા જેવી, કાયા રિગ ભરેલી રે; મારી માને મૂરખ જીવડા, વિણશી જશે પહેલી રે. હું. ૫ જૂઠી કાયા જૂઠી જાયા, જૂઠી જનની માયા રે; પુદ્રળ બાજી કબુ ન છાજી, મેહે શું મલકાયા રે. હું. ૬ વીર જિનેશ્વર કેવલનાણું, સાચી વાણું જાણું રે; બુદ્ધિસાગર અન્તરમાંહિ, આ જિનની આણ રે. હું. ૭ ગહેલી. ૩૮ पतिव्रता स्त्री विषे. ( ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ. ) પ્રમદા પતિવ્રતાના ધર્મો સાચવે, પતિ પહેલાં ઉઠે ગણતી નવકાર જે, પંજેળે નહિ પતિને સમતા આદરે, બચ્ચાંને હિતશિક્ષા દેવે પ્યાર જે. પ્રમદા. ૧ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy