SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૭૦ ની સાલના વિચારે. સર્વ જેના શ્રેયઃ અર્થે પરોપકાર કરવાનું શિક્ષણ આપનાર જૈનધર્મ છે. સત્ય સ્વાતંત્ર્ય અને સત્ય પાતંત્ર્યનું શિક્ષણ આપનાર જૈનધર્મ છે. અશાંતિ, યુદ્ધ, હિંસા વગેરેને હઠાવીને સર્વત્ર સર્વ દેશમાં સર્વથા, સર્વદા શાંતિ અને દયાને ફેલાવો કરનાર જૈનધર્મ છે. શ્રીવીતરાગ મહાવીર પ્રભુએ જૈનધર્મનાં ઉદાર તત્ત્વ સમસ્ત વિશ્વ મનુષ્યોને જાહેર કર્યા છે. તેને લાભ આપવાને વિશ્વમાં જૈન મહાત્માઓએ ઉદાર સર્વનય સાપેક્ષ દ્રષ્ટિથી ઉપદેશાદિવડે પ્રવૃત્ત થવું જોઈએ. આત્મામાં પડ્રદર્શનો આદિ અનેક દર્શનની દષ્ટિો સમાઈ જાય છે. ક્ષપશમભાવે અનેક મત દષ્ટિ જગતમાં ઉત્પન્ન થાય છે. સમ્યફ ક્ષપશમે અસંખ્ય દષ્ટિ ઉદભવે છે પણ તે સર્વે પરસ્પર વિચાર સાપેક્ષતાએ એક સાંકળના અકેડાની પેઠે સંબંધિત થએલી હોય છે. કુક્ષયપામે અસખ્ય દષ્ટિભેદો પડે છે, અને તે દૃષ્ટિયો પરસ્પર એક બીજાની સાથે સંબંધિત થતી નથી. કારચા વયાપ, તારા રેવ હૃતિ નથવા આ વાક્યને અનુસરી જેટલા વચન–શબ્દો છે તે અર્થાત જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે. સર્વનયવાદો સાપેક્ષ દૃષ્ટિએ સમ્યકત્વના છે, અને સર્વે નયવાદો એક બીજાની અપેક્ષા વિના મિથ્યાત્વને અનુસરનારા છે. જેટલા નયવાદે છે તેટલાં દર્શન–મત છે. સર્વ મતે અગર દર્શને આધાર ક્ષપશમભાવે આત્મા હેવાથી સર્વનય સાપેક્ષ દષ્ટિએ આત્મામાં વસ્તુ સ્વભાવે. ધમને આવિર્ભાવ કરવા પ્રયત્ન કરવો જોઈએ. “પદર્શન છન અંગ ભણી જે ” એ વાક્યને આત્મામાં સાપેક્ષપણે ઉતારવામાં આવે તો વિશ્વમાં પ્રવર્તતા અન્ય સર્વ ધર્મોપર સાપેક્ષ દષ્ટિએ આત્મભાવ પ્રવર્તવાથી સર્વ ધર્મોમાંથી સમ્યક સાર ખેંચવાની વિવેકશક્તિ પ્રકટે છે, અને તેથી સર્વ ધર્મો પર સમભાવ પ્રવર્તે છે. કોઈ ધર્મ પર ઈર્ષ્યા-દ્વેષ ઉત્પન્ન થતું નથી. તેમજ કોઈ ધર્મ પર મિથ્યા રાગ-કદાગ્રહ થતો નથી. સર્વ ધર્મો પર સમભાવની પરિણતિ વહેવાથી રાગ અને દ્વેષમાં બંધાવવાનું થતું નથી. અનંતાનુબંધી કષાય અને સમ્યકત્વ મેહનીયાદિને ઉપશમાદિ ભાવ થવાથી આત્મામાં સમ્યકત્વગુણ ઉદ્દભવે છે, અને તેથી વસ્તુને વસ્તુસ્વભાવે સમ્યગુ અવ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy