SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ધર્મકર્મ વર્ણ વિચાર, અનેક દેશ કાલ પર લિન્ન ભિન્ન મનુષ્ય જાતિયોમાં પ્રસરીને સર્વ જીવોને નિઃસંગ, નિવૃત્તિ અને મોક્ષસુખમાં લયલીન કરો. રક્ષણકારક, જ્ઞાનપ્રદ, વ્યાપાર કરનાર અને સેવાકારક એ ચાર વર્ગને ઉદાર વ્યવસ્થા દૃષ્ટિથી ધર્મ સૃષ્ટિ રક્ષકભૂત ચાર અંગો તરીકે પ્રકટ કરવાને વિશાળ વિચારને ઉભા કરવાની જરૂર છે. આગબોટમાં બેઠેલા મનુષ્ય અને ચલાવનાર ભર દરિયામાં આગબોટ ચલાવવાને વ્યાપાર બંધ કરે તો તેમની જેવી દશા થાય તેવી જેનધમની સ્થિતિ થાય. અએવ ધર્મ સંરક્ષક ગીતાર્થોએ નિવૃત્તિરૂપ ક્ષેત્રની સુરક્ષાર્થ ઉપર્યુકત પ્રવૃત્તિને ઉપદેશથી જોઈએ. કાલનો દોષ આગળ કરીને ઉપર્યુકત વ્યવસ્થામાં અદત્તમનસ્ક ન રહેવું જોઈએ. જૈન ! ઉઠે, ઉભા થાઓ !!! વિશ્વાસ ધારણ કરે !!! તમારા આત્મ સમાન અન્યાત્માઓને ગણીને વિશ્વ મનુષ્યોને સુખના માર્ગ પર ચઢાવો અને દુઃખના માર્ગમાંથી નિવૃત્ત કરીને શાશ્વત સુખ માર્ગ તરફ વાળે. વિચાર સ્વાતંત્ર્ય અને આત્મસ્વાતંત્ર્યના માર્ગને બતાવો. શુષ્ક ક્રિયાવાદ અને શુષ્ક જ્ઞાનવાદથી શુષ્ક થએલા મનુષ્યમાં આત્મ ચારિત્ર્ય અને આધ્યામિક જ્ઞાન રસ રેડીને તેઓને અમૃત જીવનનો અનુભવ આપે. સર્વાત્માઓ. સત્તાએ પરમાત્માઓ છે, તેઓનાં હદયના દ્વાર ઠોકીને ઉઘાડે, મતમતાન્તરનાં લઘુવર્ણોમાં પડી રહીને પરસ્પર એક બીજાને તિરસ્કાર કરનારા મનુષ્યોને જ્ઞાનના અત્યન્ત વર્નલમાં પ્રવેશાવીને સર્વે મતમતાંતરોનાં લઘુવલેને અના જ્ઞાનમાં નયોની અપેક્ષાએ સમાવીને જગતને ઉદ્ધાર કરે. સર્વ જીવોના કલ્યાણાર્થે આત્મભેગ આપવા તૈયાર થાઓ આત્મા એજ પરમાત્મા છે. આમાને લાગેલે કર્મરૂપ પડદો છે તેને ચીરીને આત્માના પ્રકાશ વડે સર્વ સેને દેખો. સામાન્ય મતભેદોમાં ઉદારભાવ રાખીને મંત્રી પ્રેમની સાંકળ વડે સર્વ મનુષ્યોને પરસ્પર સંબંધિત કરો. આત્મ શક્તિને મેળવો. તમારું મનવ્ય સારૂં છે, ઉત્તમ છે, સર્વનું શ્રેય કરનાર છે. એવું અને દર્શાવવા માટે તમે આદર્શરૂપ બને અને પશ્ચાત્ સંબંધમાં આવનાર મનુષ્યને ઉપદેશ દે. નિશ્રયદષ્ટિથી અધ્યાત્મજ્ઞાનના ઉપયોગી રહે, પરન્તુ વ્યાવહારિક ધમ સંરક્ષક અને સંસ્કારિત તથા ઉદ્ધારક દષ્ટિને આચારમાં મૂકીને ઉપર્યુકત કથનને ઉદારચિત્ત અને અનેક વિચારોના પ્રબલ પ્રવાહને વિશ્વમાં વિસ્તારો. વિશ્વના સર્વ પ્રાણીઓના ભલા માટે તમે અહત્વ ભૂલીને સેવાધર્મ સ્વીકારો. અને તું એ ભાવ ભૂલીને સર્વમાં આત્મતત્વને અવલોકી તમારામાં રહેલી સંકુચિત દષ્ટિ એ કંઈ સ્યાદાદ દષ્ટિ છે એમ માનશે નહિં. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy