SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રીમદુને આત્મસમાધિના ચોગે જે જે સમયે જેવી જેવી ભાવનાઓ પ્રકટી તેના પ્રતિબિંબરૂપ આ પદો છે. આ બધા જ ભાગોનાં પદો ગુર્જરભૂમિમાં અને મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં અઢારે વણે ખૂબ ભક્તિ-પ્રેમથી ગાય છે. શ્રીમદ્ કહેતા કે – નથી નવરા જરા રહેવું, જગત સેવા બજાવાની. કરીને આત્માનું જ્ઞાન જ, બધાની દષ્ટિ ખુલવવી. રહ્યું છે જે બધામાંથી, બધાંને આપવું પાછું. સકળને આત્મવત્ લેખી, યથાશકિત ભલું કરવું. આ ભાવનાને તેઓ પૂર્ણ કરતાં ખૂબ આનંદ અનુભવતા. હવે તેમનાં આ ગ્રંથમાંનાં ભજનની છેડી વાનગી જોઈશું. મુખ્યત્વે આત્મજ્ઞાન–યોગ-ઉપદેશ તથા કેટલાંક સમાજ સુધારાનાં પદો આમાં છે. આ ભજન મહી નદી ને સાબરમતીના તીર પ્રાંતમાં લખાયેલાં છે. પેથાપુર, લીંબોદ્રા, માણસા, લેદ્રા, મહુડી, પ્રાંતીજ એમ છ ગામોમાં બધાં ભજન રચાયાં હોઈ તે તે ભજન નીચે તે ગામનાં નામ આપ્યાં છે. આત્મશુદ્ધોપયોગ. જાગો આતમ ! અગમ પંથમાં-નિજ ઉપયોગે ચાલો. મન વચન કાયાથી શુદ્ધ થઈને, સત્યાનંદમાં મ્હાલો. મોરા આતમ રે ! દિવ્ય પ્રદેશે ચાલો, હાલામાં તું હાલો-મોરા. શરીર બદલે, તું તો અમર છે, નિર્ભય જ્ઞાન રહેશે. મૃત્યુ તે તો મહત્સવ સરખું, માન અસંખપદ લેશે-મોરા. શરીર જામા પહેર્યા બદલ્યા પણ તું નિત્ય સુહા. સાક્ષી જ્ઞાને દેખો જાણો-બ્રહ્મમાં બ્રહ્મ સમાયો-મોરા. આવવું જાવવું લેવું ન દેવું-ફરવું ખરવું ન કરવું. બુદ્ધિસાગર શ દો ૫ ચો ગે-આ ભ ભુ ૫ દ ધરવું–મોરા. પ્રભુભકિત, પ્રભુ તુજ ભકિત એવી કરું, પ્રભુરૂપ થઈને પ્રભુને વરૂ. નિર્દોષી લધુ બાળક પેઠે શ્રદ્ધા પ્રીતિ ધરે, નામ રૂ૫ના મેહુને મારી, પ્રભુમય જીવન કરૂં-પ્રભુ, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy