SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ તેઓ પોતાના જીવન કાર્ય (Mission) માટે લખે છે કે – જગતમાં જન્મ શા માટે, થયો શા પુણ્યથી મ્હારા ! વિચારે સત્ય પરખાયું, ઘણું છે કાર્ય કરવાનું.-૧ રહ્યું છે જે બધામાંથી, બધાને આપવું પાછું, સકલને આત્મવત લેખી - યથાર્તાકત ભલું કરવું.-૨ શુભાર્થે સર્વ ઈદ્રિ, શુભાર્થે દેહ આ ધાર્યો ! ચઢયા ચઢશું ચઢાવીશું, ભલું લેવું ભલુ દેવું. જન્મદાતા માતા માટે લખે છે – ઉદરમાં રાખનારી મા, ઘણે ઉપકાર મ્હારો છે, અનંતાં સુખ દેવાને, બનો હારા થકી સારૂ, અરે ! અંબા કૃપાળી તું, કરાયું નહિં ભલુ હારૂં. જીગરથી હું જણાવું છું. બનો. સદાનો નેહ ધરનારી, ખરું તું તિર્થ વ્યહવારે, સળાને બોધની પ્રાપ્તિ. બનો. પિતાને ગુરૂદેવને સંબોધીને તેઓ ગાય છે – હૃદય ચક્ષુ ઉઘાડયાં મુજ, ખરૂ તે શું જણાવ્યું મુજ ! અનન્ય પ્રેમથી પ્રાર્થ–ગુરૂજી દક્ષિણ લેશો ? હદય લે આ ભલા માટે-તમારૂ સર્વ છે તેમાં– ગ્રહો આ આંખ જુઓ સહુ-ગુરૂજી. ભલા બે હસ્ત લો સ્વારા, ચરણ પર શિર્ષ મુકુ છું ત્વદર્ભે પાદ આ બે છે–ગુરૂજી. સમર્ફે કાન બે મારા, સમર્પ જીભ તે લેશો, ખરી નિષ્કામની ભકિત-ગુરૂજી. ભવોભવમાં સદા ભકિત, જીવન અપર્ણ કર્યું તે લો. પ્રતિષ્ઠા કીર્તિ ને ધતની—ગુરૂજી. અનન્ય શુદ્ધ શ્રદ્ધાના–સુકોમળ પુષ્પથી પૂજુ તમારો હું–તમે તે હું-– ગુરૂજી. નથી હું ને તમે એવું, સદા જ્યાં એક આનંદમય બુદયબ્ધિ પ્રેમ લાવીને—ગુરૂજી. ગુરૂ ભકિતની પરાકાષ્ઠા ! જગતના જડ પદાર્થોમાં--તાજા સુખની આશા, નથી જે અન્ય તે મહારૂં, ફકીરની ફીકર શાની ? For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy