SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પ્રતિજ્ઞા વીરની શોભા, પ્રતિજ્ઞા કીતિનું કાણું, પ્રતિજ્ઞા વર્ગની કુંચી, પ્રતિજ્ઞા પ્રાણની મૂર્તિ. ૨ શ્રી વિષ્ણુગુપ્ત ચાણકયે પ્રતિજ્ઞા કરી માથાના કેશ છુટા કર્યા ને પ્રતિજ્ઞા અર્થે તેણે આકાશ પાતાળ એક કર્યા અને સફળ થઈ ગુપ્તવંશ-રાજ્ય સ્થાપી માથાના કેશ બાંધ્યા. આમ પ્રતિજ્ઞા અર્થે સૌ કઈ કરી છૂટવા જૈનત્વ અથે અર્પવા તમામ જૈનોએ પુરુષાર્થ કરવા પ્રેરવા આ મહાગ્રંથ સૌને વાંચવા જેવો છે. - મિત્રમૈત્રી (મિત્રધર્મ) ગ્રંથાંક ૪૩, પૃષ્ટ સંખ્યા ૧૬૦, ભાષા સંસ્કૃત-ગુજરાતી, રચના સંવત ૧૯૭૩, શ્રાવણ વદી પ. - સં. ૧૯૭૧ માં પેથાપુર બિરાજતા સુરીશ્વરજીને વંદ.. કરવા બે મિત્રો અમદાવાદથી ગયેલા, ત્યારે સુરીજીની નિત્યને જોતાં તેમાંથી મિત્રમૈત્રી નામના ગ્રંથના મૂળ ૨૦૬ દુહા તેમાં લખેલા જોયા. આ બે મિત્રો તે અમદાવાદના રા. નેમચંદ્ર ગટાભાઈ અને રા. રતિલાલ મગનલાલ, બંને વિદ્વાનો અને સદ્દવિચારક-રા. નેમચંદભાઈએ પ્રતિજ્ઞાપાલન ગ્રંથ મૂળની વિવેચન કરવાની પરવાનગી માગી અને રા. રતિલાલે મિત્રમૈત્રીના દુહા પર વિવેચન કરવાની પરવાનગી માગી. તે પરથી ગુરૂશ્રીએ તે પરવાનગી આપતાં ૨૦૬ દુહા તેમણે લખી લીધા. જે ઘણું જ સુંદર ભાવવાહી અને ઉપકારક હતા. તેના પર તેમણે વિસ્તૃત વિવેચન અનેક દાખલા દલીલો અને દૃષ્ટાંત સાથે સંસ્કૃત-ઈંગ્લીશ અને ગુજરાતીમાં આધારો ટાંકી મિત્રમૈત્રી ગ્રંથ તૈયાર કર્યો છે. વાચકને તેમાંથી ઘણું જાણવા શીખવાનું અને સમજવાનું મળી શકશે. શોકવિનાશક ગ્રંથ-ગ્રંથાંક ૯૧. પૃષ્ટ સંખ્યા ૬૪. ભાષા ગુજરાતી. રચના સંવત ૧૫૯, વડોદરા-પાદરા. આવૃત્તિ બીજી. આ ગ્રંથનું સમર્પણ ગુરુશ્રીએ અમદાવાદ અમલી પિળના પરમ ધર્મનિષ્ઠ દ્રવ્યાનુયેગના જ્ઞાતા શેઠ હીરાચંદ જાણજીને ગુણદષ્ટિએ આપી છે. - સં. ૧૯૫૯ માં પાદરામાં ગુરુશ્રી હતા ત્યારે ગુરુશ્રીના પરમ ભક્ત-જ્ઞાન રસીકપરમ ધર્મનિષ્ઠ-રાજ્યમાં મોભાવાળા ગર્ભશ્રીમંત વડોદરા મામાની પળના શેઠ કેશવલાલ લાલચંદભાઈના પુત્ર જે માંદા હતા તે નેમચંદ સ્વર્ગવાસી થવાથી કેશવલાલભાઈને ખૂબ શોક થયો. તે શોક દૂર કરવા ગુરુશ્રીએ આ ગ્રંથ તાબડતોબ રચી વડોદરા તેમને સંભળાવી શાક દૂર કર્યો. આ ગ્રંથમાં શેકનો નાશ થાય એવા જૈન શાસ્ત્રના આધારે વૈરાગ્યપૂર્ણ વિચારો જણાવવામાં આવ્યા છે. તથા મરણ પ્રસંગે ન્યાત જમણ ન કરવી વિગેરે વિચારો જણાવ્યા છે. મરણ બાદ જીવ ક્યાં જાય છે તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ ગ્રંથની નકલેની માગણી ખૂબ જ થવાથી તથા મરણ પ્રસંગે શોક નિવારવા અતિ ઉત્તમ સાધન જે ગ્રંથ હોવાથી તેની નકલે જલદી ખલાસ થઈ ગઈ. લેકે પકારક જાણ તેની કીમત પણ માત્ર એક આને રાખવામાં આવી છે. તુર્તમાં જ બીજી આવૃત્તિ અ. જ્ઞા. પ્ર. મંડળે છપાવી પ્રકટ કરી For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy