SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ આચાર્ય બદલી ચાલ્યા કરી. પણ રાજ્યને પાય શુકનવંતો હતે. ઘસારામાં પણ એણે તેજ ચમકાવ્યાં, આથમણી સંધ્યા આભમાં સહાય તેમ. | ફરી એક વાર ઉષાનાં અજવાળાં ચમક્યાં. ગુજરાતે મહાન દેશી રાજયનું બિરદ હાંસલ કર્યું. બડભાગી બન્યું એ વડેદરા રાજ્ય! ગુજરાત અને કાઠિયાવાડની ભૂમિ પર એ પાલવ પાથરીને બેઠું. ન ગુજરાતી, ન કાઠિયાવાડી, ન મરાઠી, ન જરથોસ્તી, ન મુસલમાન એની સંસ્કૃતિ સર્વ લોકસંગ્રહ જેવી–સર્વ ધર્મસમન્વય જેવી એની પુણ્યભૂમિ બની. - પ્રકૃત્તિને કોઈ સંકેત હશે કે ગુજરાત-કાઠિયાવાડની મુખ્ય નદીએ આ પ્રાંતને પરિપ્લાવિત કરતી વહે છે, અને એજ રીતે ઘણાં જૂનાં જગદુધામ જેવાં તીર્થધામો આ ધરતીને ધર્મનાં બંધનોમાંથી ધારી રહ્યાં છે. વૈષ્ણવતીર્થ દ્વારકા, શવતીર્થ સિદ્ધપુર, શકિતતીર્થ બહુચરાજી, જૈનતીર્થ પંચાસરા પાર્શ્વનાથ ને ભેચણીજી, ઇસ્લામી તીર્થ મીરાં દાતાર આ ભૂમિમાં છે. ઈતિહાસનાં અલબેલાં નગરે પણ અહીં છે. આપણા ગુર્જરેની આદિ રાજધાની કનકસેન ચાવડાએ કનકનિષ્ણુ* વડનગર આજ રાજ્યમાં છે. ને જગતની પ્રાચીન નગરીઓમાં ગણાતું દ્વારકા પણ અહીં જ છે. ચાવડા અને સોલંકી યુગની સાક્ષીસમું, પરમાહંત ભૂપાલ કુમારપાલ, જયસિંહ સિદ્ધરાજ ને કલિકાલસર્વજ્ઞની કીતિપતાકા સમું પુરાણું પાટણ પણ અહીં જ છે. પાટણથીય પુરાણું, રૂદ્રમાળના ખંડેરોની ભવ્યતા ભાખતું સિધ્ધપુર પણ અહીં જ છે. રાજતીર્થ પાટણપુરમાં દેશદેશના પ્રતિનિધિઓ આવતા. વિદ્યાતીર્થ સિધ્ધપુરમાં અનેક છાત્રાલયે ચાલતાં. વટેશ્વર તો રાજસંન્યાસીઓનું વિશ્રામધામ. આમ વડોદરા રાજ્ય કુદરતનું ભવ્ય ધામ છે. એને ત્યાં સેનગઢી વનરાજિ છે. વ્યારાના વનવગડા છે, ધારીના ડુંગરા છે, ચરોતર પેટલાદની ફલપ ભૂમિ છે, પાટણ છોડ્યાં રેતાળ વન છે. નવસારીની રસકસભરી આમ્રકુંજે છે ને ઓખાની સાગર ઘટાઓ છે. આ રાજ્યને પખાળતી અનેક નદીઓ વહે છે. પુણ્યસલિલા, વિશ્વામિત્રી, પુર્ણ, નર્મદા, સરસ્વતી, શેત્રુંજી, ગોમતી જેવી પવિત્ર નદીઓના નીર અહીં રેલાય છે. સ્થળે સ્થળે સાગર, સરિતા ને સંગમના સુકાળ છે. અહીં આજ પ્રાંતમાં શીલગુણસૂરિ, હેમચંદ્રસૂરિ, આનંદઘનજી, દયારામ, જે ભગત થયા છે. હરિભક્તિ ને મહેરાળ કટિધ્વજનું આ રહેઠાણ છે. ધર્મભૂમિ, રાજભૂમિ ને સાહિત્યભૂમિ એમ ત્રિવિધ ગંગાઓના અહી સંગમ છે. - આ રાજ્યની રાજધાની વડેદરા શહેર છે, ને મહાકવિ પ્રેમાનંદે એને “વીરક્ષેત્ર વડોદરુ”ના નામે બિરદાવેલ છે. આ વડોદરા રાજ્યના ચાર પ્રાંતે છે. જુદી જુદી ભૂમિ પર વિસ્તરેલા છે. એમાં સાત સાત વર્ષ સુધી ગુજરાતનું પાટનગર પિતાને ત્યાં રાખનાર કડી પ્રાંત (હાલ મહે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy