SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી બુદ્ધિસાગરજીએ જૈન ધર્મ પર થતા અવિવેકી અજ્ઞાનતાભર્યા અશ્લીલ હુમલાને જવાબ ન વાળવામાં ભીરુતા ભાસી અને તેમણે દસ દિવસમાં આ પુસ્તક લખી નાંખી શ્રી. મોહનલાલજી મહારાજને બતાવતાં તેઓ અતિ હર્ષ પામ્યા અને તેમણે શેઠ નગીનદાસ કપુરચંદ ઝવેરીને બોલાવી હકમ કર્યો કે મનિશ્રી બુદ્ધિસાગરના પંડિતનો પગાર તેઓ અભ્યાસ કરે ત્યાં સુધી આપે જ અને શ્રી. જૈન ક્રેડલી સોસાયટી તરફથી એ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કર્યું. જયમલને વાદવિવાદનું આમંત્રણ આપ્યું પણ તે આવ્યો જ નહિ. આ રીતે ખંડનમંડનનું પુસ્તક આ વિદ્વાન ચગીને હાથે લખાયું, ને બધી નકલો ખપી ગઈ. દરમિયાન ભાવનગરના જેનોને કેઈ બ્રીસ્તી સાથે વાદવિવાદ કરવા પુસ્તકની જરૂર પડી ને કે પણ કિંમતે પુસ્તક માગતાં વિજાપુર જ્ઞાન મંદિરમાંથી એક નકલ મળી આવતાં-પાદરાવાસી વકીલ મોહનલાલ હીમચંદભાઈને શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી તે પુનઃ છપાવવાની જરૂર જણાઈ અને અસલ પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરી તે છપાવી. એક ધર્મ પર બીજા ધર્મ વાળાઓ જ્યારે વિદ્વેષથી હુમલો કરે ત્યારે તેનો જવાબ વાળવો યા ભીરુતા બતાવવી એ બે જ માગ રહે છે. આ પછી પ્રાંતીજમાં તે જ બનાવ બન્યો. સંવત ૧૯૮૦ માં પ્રાંતીજ ચોમાસા દરમિયાન રાજકોટમાં પાદરી તરીકે ખૂબ ખ્યાતિ પામેલા મી સ્ટીવન્સન પ્રાંતીજમાં હતા. બહાર જતાં સ્ટેશન ઉપર તેઓ મળતા તેમનાં પત્નીએ બે બુકો જૈન ધર્મ સંબંધી બહાર પાડી. તેઓ એમ. એ. હતાં. એમાં એક બુકમાં જૈન ધર્મનું ખંડન કર્યું હતું. ગુરુશ્રીએ તે બુકો મેળવી. ઈગ્લીશમાં હોવાથી તે વંચાવી સાંભળી સમજી મહારાજ મીસીસ સ્ટીવનસન પાસે ગયા ને ચર્ચાની માંગણી કરી. અનેક વાર ગયા. તેમની પ્રાર્થના વખતે પણ ગયા. પણ તેમણે વાદવિવાદ ન કર્યો. છતાં આગળ વધુ ખંડન કરતાં અટક્યાં અને જ્યાં પ્રસ્તીઓ આવે ત્યાં આ બુક હથીઆર તરીકે વપરાવા લાગી. એક બાજુ મુસ્લીમે બીજી બાજુ ખ્રીસ્તીઓના હિન્દુ-જૈન ધર્મ પરના હુમલા ખાતર આ પુસ્તક ગુરુશ્રીએ લખ્યું છે જેમાં અનેક દાખલાસૃષ્ટિકર્તા તથા વિશ્વદર્શન સંબંધી સત્ય વાત છણી હાઈ સચોટ જવાબ આપનાર પુરવાર થયું છે, ને સર્વમાન્ય પણ ગણાય છે. લાલા લજપતરાય અને જૈન ધર્મ—ગ્રંથાંક ૭૮, પૃષ્ટ સંખ્યા ૧૧૦, ભાષા સંસ્કૃત તથા ગુજરાતી-રચના સંવત ૧૯૮૦ વિજયાદશમી. ગુરુશ્રીનું ચાતુર્માસ ૧૯૭૯ નું વિજાપુરમાં હતું તે વખતે લાલા લજપતરાયજીએ ભારતકા ઈતિહાસ” નામે પુસ્તક પ્રકટ કર્યું જેમાં જેને અને જૈન ધર્મ વિષે અસત્ય તથા ગેરરસ્તે દોરનાર કેટલાંક લખાણે પ્રકટ કર્યા હતાં. આ બાબત મુંબઈની જૈન એસોસિએશન ઓફ ઈન્ડીયાએ તે પુસ્તકમાંની ભૂલે ગુરુશ્રી પર લખી મોકલી હતી. આ પ્રસંગે ગુરુશ્રીએ એસિએશનના મંત્રીને લખી મોકલ્યું કે અમે એ ભૂલ સંબંધી રદી આ શાસ્ત્રોક્ત રીતે તૈયાર કરી બનશે તે પ્રકટ કરીશું. આ પરથી આ ગ્રંથ લખવાનો પ્રસંગ ઉપસ્થિત થયા. લાલાજી તો હિન્દુ હતા–કિંવ દંતી પ્રમાણે જેન પણ હતા. તેમણે પોતે એક મોટા નેતા હાઈ કાંઈ પણ લખતાં પહેલાં ખૂબ વિચાર કરવો જોઈએ. જૈન ધર્મ જેનાં સિદ્ધાંત For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy