SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને જૈન ધર્મ ૧૩-૧૪ વચનામૃત નાનું-મોટું, ૧૫ પ્રતિજ્ઞાપાલન, ૧૬ મિત્ર-મૈત્રી, ૧૭ શેકવિનાશક ગ્રંથ. ૧૮ સાંવત્સરીક ક્ષમાપના. ૧૯ જૈન ધાર્મિક શંકાસમાધાન. ૨૦ જૈન સૂત્રમાં મૂર્તિપૂજા. ૨૧ મુદ્રિત . ગ્રંથ ગાઈડ, ૨૨ સ્મારક ગ્રંથ. શ્રી. ગુરૂબોધ-ગ્રંથાંક ૧૨ મે-પૃષ્ઠ સંખ્યા ૧૬૫. ભાષા ગુજરાતી. રચના સં. ૧૯૬૭. આવૃત્તિ બીજી. શાળામાં ભણતા-નાનાં-મોટા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે, તેમનાં જીવન નિર્મળ, કાર્યરત, ઉદ્યોગી, સ્વાશ્રયી, ધર્મિષ્ઠ અને ઉપકારક બને–વિનય વિવેક પ્રમાણિકપણું દયા અને વિશાળહૃદયી બને એ માટે શ્રી. ગુરૂદેવે શ્રી. ગુધ ગ્રંથની રચના કરી છે. ભાષા સરળ છતાં સુંદર છે. આ ગ્રંથમાં કુલ ૧૩ વિષયો વિસ્તારથી અનેક દાખલા દલીલે દષ્ટાંતથી ચર્ચા છે. ૧ વિનય, ૨ વિવેક, ૩ મૈત્રી, ૪ દયા, ૫ સત્ય, ૬ અસ્તેય, ૭ બ્રહ્મચર્ય, ૮ સંતેષ, ૯ શ્રધ્ધા, ૧૦ ભક્તિ, ૧૧ દાન, ૧૨ આત્મજ્ઞાન, ૧૩ સમાધિ. જાણે કોઈ ભકત મુમુક્ષુને સમજાવતા હોય તેમ ગુરુશ્રી અમૃતવાણીથી આ તેર રત્નનું યથાર્થ વર્ણન કરી શિષ્યને અર્યા, અને કહ્યું કે હે શિષ્ય ! આ તેર રત્નનું યથાર્થ સ્મરણ-અનુસરણ આદર કરવાથી તારા આત્માની ઉન્નતિ થશે, તારું જીવન ઉચ્ચ થશે. ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં આ રત્નના સેવનથી અનંત સુખ પ્રકટશે. આ તેર રત્નનો મહિમા અપાર છે. આ રીતે શ્રી ગુરુ અતિ ઉપયોગી હોઈ તેની બે આવૃત્તિઓ થઈ ગઈ છે. પાઠશાળાઓ અને શાળાઓમાં પાઠય પુસ્તક તરીકે ચલાવવા જેવો આ ગ્રંથ છે. જીવનના ઘડતરમાં તે મહાન પૂરક અને પ્રેરક બને તેવો છે. - તિર્થયાત્રાનું વિમાન-ગ્રંથાંક ૧૪. પૃ. ૬૪. ભાષા ગુજરાતી-રચના સં.-૧૯૬૭ના માગશર. તિર્થયાત્રા કેવી રીતે કરવી અને તિર્થમાં જઈ કયા સદગુણો ધારણ કરવા કે જેથી તિર્થયાત્રા સફળ થઈ શકે એ સંબંધી જમાનાને અનુસરીને કોઈ પુસ્તક પ્રગટ થયું ન હતું. સુરતવાળા ને મુંબઈમાં રહેતા સુપ્રસિદ્ધ દાનવીર ઝવેરી શેઠ જીવણચંદ ધમચંદ સં. ૧૯૬૭માં નવાણું (નવાણું યાત્રાએ ડુંગર પર ચઢી કરવી તે) યાત્રાથે શ્રી સિદ્ધક્ષેત્ર ગયેલા તેમને શ્રીમદે બીલીમોરા-વલસાડથી એક લંબાણ બોધપત્ર લખેલ-તે આ ગ્રંથરૂપે છપાવ્યો છે. તે દરેક જૈન જૈનેતર બંધુઓને ઉપયોગી બેધક અને યાત્રાની સફળતા કરવામાં મિત્ર સમાન હોવાથી તે અ. જ્ઞા. પ્ર. મંડળે પુસ્તકાકારે પ્રસિદધ કર્યો છે. એમાં મુખ્યત્વે તિર્થયાત્રા કરનારે કયા ગુણ પ્રાપ્ત કરવા ઘટે તે બતાવતાં-દયા-સત્ય-ચોરીત્યાગ, વ્યભિચારત્યાગ-મોહમમતા ત્યાગ -વ્યસનનો ત્યાગ, કલેશત્યાગ કરવો જોઈએ. તથા પરોપકાર-સુપાત્રદાન આદિ ગુણો કેળવવા જોઈએ. સાધુઓનું કર્તવ્ય શું ? ભ્રાતૃભાવ વધારે જોઈએ-શધ પ્રેમ વિકસાવવો જોઈએ. શ્રદ્ધા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy