SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ પાદરા ખાતે સં. ૧૯૬૮ માં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે પોતાની સ્થિરતા દરમિયાન ત્યાંના વકીલ મોહનલાલ હીમચંદ તથા તેમના અન્ય સહાયક કાર્યકર્તાઓને ૧૮ મી સદીમાં થઈ ગયેલા ખરતરગચ્છીય પરમ આધ્યાત્મરસીક પં. દેવચંદ્રજી મહારાજના મળે તેટલા ગ્રંથે મેળવવા તથા તે મંડળ દ્વારા પ્રકટ કરવા પ્રેરણા કરી. આ તે જ શ્રી. દેવચંદ્રજી મહારાજ છે કે જેમની ચોવીશી તથા અન્ય સ્તવને જૈનો હમેશાં ખૂબ પ્રેમથી ગાય છે. આ ઉપરથી જ્યાં જ્યાં-ભંડારોમાં–મુનિવર્યો પાસે-ગોરજી પાસે આ ગ્રંથ ઉપલબ્ધ થવાનો સંભવ જણાય ત્યાં પત્રો લખી, માણસે મોકલી, પ્રતે મંગાવી, અને મહારાજશ્રી પાસે પ્રતનો ઢગલો થયો. તેની શુદ્ધિ અર્થે બીજી પ્રતો મેળવવામાં આવી અને સં. ૧૯૯૯ માં તે સર્વ પૈકી અધ્યાત્મજ્ઞાનના મ્હારા જેવા શ્રી. આગમસાર નયચક્રસાર ગુરુગુણ છત્રીશી, કર્મગ્રંથ ૧ થી ૫ ટકાથ, છુટક પ્રશ્નોતર અને પત્ર-પ્રથમ ભાગમાં દાખલ કરી ડેમી આઠ પેજી સાઈઝમાં પ્રકટ કર્યા. આ દ્રવ્યાનુયેગની મુખ્યતાવાળા ગ્રંથ સારે આદર પામ્યા, અને બીજી આવૃત્તિ છપાવવી પડી. આ ગ્રંથ સંબંધમાં તેના કર્તા પરમ યેગ અધ્યાત્મ ગણિતાનુયોગ તથા સંવેગ-ત્યાગ-વૈરાગ્યવંત શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ સંબંધી થોડુંક જોઈએ. મારવાડમાં બીકાનેર પાસેના ચંગ ગામમાં પ્રાયઃ ૧૭૪૬ માં આ મહાન પુરૂષને જન્મ થયો હતો. દશ વર્ષની વયે માતાપિતાએ ગુરૂશ્રીને અર્પણ કર્યા અને દિક્ષીત બન્યા. સરસ્વતીદેવી આરાધી મહાન કવિ–પંડિત-વક્તા વાદી અને સંસ્કૃત ભાષાના વિદ્વાન થયા તેમની પાસે શ્રી. જિનવિજયજી શ્રી. ઉત્તમવિજયજી શ્રી. વિવેકવિજયજી આદિ મહાન સાધુઓએ શ્રી. પન્નવણુજી શ્રી. ભગવતીજી શ્રી. વિશેષાવસ્યક આદિ ગહન ગ્રંથને અભ્યાસ કર્યો હતો. શ્રી. જ્ઞાનવિમળમુરીજી પણ તેમની વિદ્વત્તાથી મુગ્ધ બન્યા હતા. આ પુરૂષે દ્રવ્યાનુયેગ-ગણિતાનુગ-સબોધ યોગ-આદિ પર સંખ્યાબંધ મહાન ગ્રંથો લખી જૈન તત્વજ્ઞાનને સમૃદ્ધ કર્યું છે-નિર્વાણના મહાન જ્ઞાતા–ઉત્કૃષ્ટ કવિત્વના રચયિતા–પ્રખર વ્યાખ્યાતા-વાદી વિજેતા-અને લઘુતાના અવતાર સમા જ્ઞાન ક્રિયાના ખંતીલા આરાધક એવા આ પુરુષના સ્વપર ઉપકારક ગ્રંથન સંગ્રેડ મહાશ્રમે શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીજીની પ્રેરણાથી શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે કરવામાં, જૈન તત્ત્વજ્ઞાન-યોગ અધ્યાત્મજ્ઞાનના અમૂલ્ય વારસાને ઝંખવાતો-અદ્રશ્ય થતો બચાવ્યો છે, અને શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીજીના દિલની ગરછના ભેદભાવને સ્થાને હૃદયની વિશાળતાને ખ્યાલ આપે છે. આ પુરૂષનું જીવનચરિત્ર આ સાહિત્ય સર્જનના લેખકે “ શ્રીમદ્દ દેવચંદ્રજી જીવનચરિત્ર” નામે લખ્યું છે, જે ગ્રંથાંક ૧૦૩ –૧૦૪ થી મંડળે પ્રસિદ્ધ કરેલ છે. તે વાંચવાથી સમજાશે કે શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજનું સ્થાન યોગ આધ્યાત્મ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં કેટલું ઉંચું છે. - શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨. ગ્રંથાંક ૫૩-પૃષ્ટ સંખ્યા ૬૫૦ ૨ચના ૧૮ મા સિકાની છે. આ ગ્રંથમાં શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ કૃત પદ્ય વિભાગ ઉપલબ્ધ થયો એટલે બધે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy