SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર (૧૮) આમદર્શન-ગ્રંથાંક નંબર ૮૬ પૃષ્ઠ સંખ્યા ૧૩૫ રચના સં. ૧૯૮૦ (વિવેચન) ભાષા ગુજરાતી. આ અપૂર્વ આત્મોપયોગી ગ્રંથના મૂળ રચયિતા એક ઉત્તમ કોટીના મહાન અત્માથી સંત શ્રી મણિચંદ્રજી મહારાજ છે. મસ્ત અવધૂત શ્રી આનંદધનજી, શ્રી ઉપાધ્યાયજી યશવિજય પં. પ્રવર શ્રી દેવચંદ્રજીનાં મસ્ત ભજન સ્તવનને સ્મરણમાં લાવે તેવી એકવીશ સજા (સ્વાધ્યાય) ઉપરાંત તેમનાં સ્તવન વિગેરે ઉપલબ્ધ સાહિત્ય મળી આવતાં શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેના ઉપર વિસ્તૃત વિવેચન લખ્યું છે. કારણ કે યોગીઓની તત્સમયની ભાષા અને ભાવના અત્યારના જીને સમજાવી મુશ્કેલ પડે છે. આવાં આધ્યાત્મિક મસ્ત વૈરોગ્યપૂર્ણ પદની જે ઝલક આ સજજામાં ઝળકે છે તેના ગુઢાર્થ ગાંભિર્યું અને જ્ઞાન વૈરાગ્ય રસ તેમાં અતિ ગહન ગૂઢ અને અંતર્ગત વહે છે. સામાન્ય માનવને તે પૂર્ણતયા સમજ કઠીન પડે છે ને તેથી કર્તા પુરૂષનો આશય વાંચનાર સંપૂર્ણપણે સમજી શકતા નથી, તેથી એ પદો પર આધ્યાત્મિક દૃષ્ટિએ સરળ અને સુંદર અર્થભરી એવી ઉત્તમ શૈલીમાં વિવેચન લખ્યું છે કે ઘણા જીજ્ઞાસુઓ તેનો લાભ લઈ શકશે. એક તો શ્રીમદ્ મણિચંદ્રજી એક ઉત્તમ અધ્યાત્મિક દૃષ્ટિવાળા સંતજન, તેમણે રચેલી સજજાયો પર અર્થ-વિવેચન કરનાર યોગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનરસિક કવિરાજ શ્રીમદ્ બુધિસાગરજી મહારજ હોય. પછી એમાં કયો રસ ઉછળે તે તો અભ્યાસી જ સમજી શકે. આત્મજ્ઞાનરસપિપાસુઓને એક વાર અવશ્ય આ રસસાગરમાં ડુબકી મારવાની વિનંતી કરવાનું મન થઈ જાય છે. | વાંચકને આ સંતશ્રી મણિચંદ્રજીનું ચમત્કારીક જીવન–તેમના અસાધ્ય રોગદેવતાઓએ શ્રી મંધરસ્વામીને પુછતાં-સંતસમક્ષ દેવનું ઉપસ્થિત થવું. સંતે પુછેલા ૪ પ્રશ્નો તેના ઉત્તર વિગેરે બાબતો જાણવા જીજ્ઞાસા થાય તે અમને પૂછાવવા વિનંતિ છે એ સાહિત્ય અમારી પાસે મોજુદ સુરક્ષિત પડેલું છે. ૧૯ આત્મશિક્ષાભાવના પ્રકાશ –ગ્રંથાંક નંબર ૮૯ પૃષ્ટ સંખ્યા ૧૨૦. રચના સંવત ૧૯૬૨ મૂળ-વિવેચન સં, ૧૯૮૦ આસો સુદ ૮. ભાષા ગુજરાતી. | માળવા દેશની ઉજજયની નગરીમાં ઉપાધ્યાયજી શ્રીમદ્ વિમલહર્ષ મહારાજના શિષ્ય પં. શ્રી પ્રેમવિજ્યજી મહારાજે ગુજરાતી ભાષામાં આત્મશિક્ષાભાવના નામનો ગ્રંથ ૧૮૦ ગાથા-દુહામાં સં. ૧૯૬૨ માં રચ્યો છે. તેની એક જુની પ્રતિ પેથાપુરમાં પ્રવર્તકજી શ્રી રિદિધસાગરજી (હાલમાં આચાર્ય શ્રી પાસેથી મળી આવતાં તે દુહાઓ પર વિવેચન લખવામાં આવ્યું છે. નામ પ્રમાણે જ આત્મશિક્ષા આપનાર આ ગ્રંથ છે. આ ગ્રંથ ઉપરાંત બીજા કેટલાક બીજા પંડિત પુરુષના દુહાઓ મળ્યા છે તે પ્રાસ્તાવિક આત્મબોધક દુહા એ નામથી પ્રસિદ્ધ કર્યા છે. ઉત્તમ આધ્યાત્મ તત્વજ્ઞાન અને યેગના ગ્રંથનું રચના કાર્યો અને ડુંગરો કોતરે કિનારા પર ગારાધન કાર્ય સતત ગુરુદેવ કરતા હોવાથી તે મસ્તી અને જ્ઞાનનો રસ આ દુહાના વિવેચનમાં રેડાય એ સ્વાભાવિક છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy