SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવશર્મા આચાર્યદેવે કર્યો છે અને શ્રી મલયગિરિજી મહાપંડિતે તેની ટીકા માગધીમાં કરી છે. આ ગ્રંથમાં કર્મોનું તથા અપાવના-ઉદવર્તાના વિગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. પણ મૂળગ્રંથ તથા ટીકા સંસ્કૃતમાં હોવાથી વર્તમાન સમયના અપગ્ન જીવો તે સમજી ન શકે તેથી તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. કર્મનું યથાર્થ-જટિલ સ્વરૂપ તથા દ્રવ્ય-સ્વરૂપ વિસ્તારથી આ ગ્રંથમાં ચર્યા છે. આ ગ્રંથમાં મુખ્યત્વે દશ-કરણ અને તેનું વિવેચન ચર્ચાય છે જેના પર આખાય કર્મગ્રંથને-કમે ફસુફીનો પાયો રર્ચાયો છે, તિવ્રબુદ્ધિ-ભાવભીરતા-શ્રી જૈનધર્મનાં તત્વો પ્રતિ અચળ શ્રષા અને જીજ્ઞાસાપુર્વકને અટલ સદુઘમ હોય તો જ આ શ્રમસાધ્ય-કર્મગ્રંથ -અવગાહન સફળ બની શકે. દશકરણ –(૧) બંધનકરણ (૨) સંક્રમકરણ (૨) ઉદ્વર્તનાકરણ (૪) અપવર્તનાકરણ (૫) ઉદીરણાકરણ (૬) ઉપશમનાકરણ (૭) નિધત્તીકરણ (૮) નિકાચનાકરણ (૯) ઉદયકરણ (૧૦) સત્તાકરણ. ૧૪ શ્રી આગામસારોઠધાર તથા શ્રી અધ્યાત્મગીતા-ગ્રંથાક–૫૭-૫૮ પૃષ્ટ સંખ્યા ૨૦૦ (રચના મુળ પંડિત શ્રી દેવચંદજી છે. ) સં. ૧૯૭૮ ભાષા ગુજરાતી આવૃતી બીજી. દ્રવ્યાનુયોગ-(ચિતન્યવાદ-સજીવસૃષ્ટિવિજ્ઞાન) જેવા ગહન પણ જીવનમાં ઉતારવા જેવા વિષયમાં પ્રવેશ કરવામાં સહાયક–આવશ્યક–આગમના સત્વ-સાર સમાન આ આગમસાર ગ્રંથના મુળ કર્તા પુરૂષ પરમ અધ્યાત્મજ્ઞાની પ્રખર પંડિત શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે અને શ્રી અધ્યાત્મગીતા જેવા મહાન્ ઉપકારક ગીતાના રચયિતા પણ તેઓશ્રી જ છે અને તેમાં મુખ્ય ગાથાઓ ૪૯ ગુજરાતીમાં છે-અધ્યાત્મજ્ઞાનની ગરવી ગંભીર ગહન અને અનેક આત્મગુણભરી પૂણ્યસલિલા જ્ઞાનગંગા આ ૪૯ ગાથાઓમાં વહી જાય છે જુઃ વસ્તુ તત્વે રહ્યા તે નિગ્રંથ--ત્ર અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગીતાર્થ ચરણે રહીજે- ધ સિધ્ધાંત રસ તે લહીજે. આત્મગુણરમણ કરવા અભ્યાસે, શુધ સત્તા રસીને ઉલ્લાસે, દેવચંદે રચી અધ્યાત્મગીતા-આત્મરમણી મુણિ સુપ્રતીતા. આવા જૈનધર્મસિદ્ધાંતના મહામૂલા બે ગ્રંથે જોવા વાંચ્યા સિવાય તેની ઉપયોગિતા–તેનાં પરમત-અને જીવનપલટો કરાવનાર સામર્થ્યને ભાગ્યે જ ખ્યાલ આવી શકે. (પાકાપુઠાના આ ગ્રંથની કિંમત માત્ર છ આનાજ છે.) ૧૫. શ્રી સત્યસ્વરૂપ ગ્રંથાંક નં. ૮૨ પૃષ્ટ સંયા ૨૦૦ રચના સંવત ૧૯૬૨ ભાષા સંસ્કૃત-ગુજરાતી-આવૃત્તિ બીજી. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy